________________
૧૬૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
તે સહેતુક છે. એ હેતુ પણ તમારે જાણવું છે ને? પદ એટલે પગ અને પદપદ્ધતિ એટલે પગલાં માંડવાની રીતિ, અર્થાતુચાલ. એવી જ રીતિએ, સાહિત્યમાં પદ એટલે વિભક્ત્યન્ત બનાવેલા શબ્દ-માત્ર શબ્દ જ એમ નહિ, પરંતુ જે શબ્દ વિભક્તિએ સહિત બનેલા હોય તેવા શબ્દ. એવા શબ્દોને પદ કહેવાય. અનેક પદના યોગથી પાદ અથવા તો વાક્ય બને છે. એ પાદ અથવા તો વાક્ય સુન્દર ક્યારે લાગે છે ? સાહિત્યિક દૃષ્ટિએ આનન્દ ઉપજાવે, એવું ક્યારે લાગે છે? જે પદની યેજના દ્વારા, જે પદોની ગોઠવણ દ્વારા એ પાદ અગર તે એ વાક્ય બન્યું હોય, તે પદોની તે પેજના અથવા તો ગોઠવણ લલિત હોય ત્યારે! હાથીમાં સૌથી સારું શું? હાથીની ચાલ ! હાથીના પગને વખાણતા નથી, પણ હાથીની ચાલને વખાણાય છે. એટલા માટે તે, મને રંજક ચાલે ચાલનારી સ્ત્રીઓને “ગજગામિની” એવી ઉપમા અપાય છે. ગજગામિની” એટલે જેની ગમન કરવાની પદ્ધતિ ગજ એટલે હાથીના જેવી છે તે ! સૌથી પહેલાં ચાલ જ ધ્યાન ખેંચે. બીજું બધું સારું હોય, પણ જે ચાલ સારી ન હોય, તે બીજું સારું ભાપાત્ર બની શકતું નથી. ચાલ સૌથી પહેલી સારી જોઈએ. આ હેતુથી જ, ટીકાકાર મહર્ષિએ, અહીં પદપદ્ધતિની વાત સૌથી પહેલી લીધી છે. લાલિત્ય પદમાં નહિ પણ પદપદ્ધતિમાં:
કેઈગ્રન્થમાં પણ સૌથી પહેલી નજર એ ગ્રન્થના પદની ચાલ ઉપર પડે છે. જે ગ્રન્થમાં પદેની ચાલ સુન્દર હોય છે, તે ગ્રન્થને વાંચવાનું દિલ ઝટ થાય છે. ટીકાકાર