________________
૧૬૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આશય કેવા પ્રકાર છે, તેનું અહીં આપણે સ્પષ્ટીકરણ કર્યું. અંબાડી વિગેરેથી મંડિત પણ
સમુન્નત” વિશેષણથી એ વાત પણ વિશેષમાં લઈ શકાય કે--અહીં જે જયકુંજરને ઘટાડે છે, તે જ્યકુંજર જંગલમાં રખડતી અવસ્થાવાળો નથી, પણ મહારાજાના મનેરોને પૂર્ણ કરનારા તરીકે રહેલો છે તેમ જ તેના ઉપર મૂકાએલી અંબાડીથી વિશેષ સુભિત બનેલો છે. એક તો જયકુંજર, એમાં ય ભર યુવાવસ્થાવાળે અને અંબાડી વિગેરેથી મંડિત, પછી એના સામર્થ્યમાં ને એની શોભામાં કમીના શી રહે? માટે એ જયકુંજર કે ? તે કે–સમુન્નત ! શેભે, શોભા આપે ને જય અપાવે
ભર યુવાવસ્થામાં રહેલ જયકુંજર જેમ આંગણે બાંધે ય શોભે છે, એના ઉપર અંબાડી મૂકીને આરૂઢ થવાથી પણ શેભાપાત્ર બનાવે છે અને શત્રુઓની સામે એનો ઉપયોગ કરીએ તો જય અપાવે છે, જય જ અપાવે છે, જય અપાવે ' જ છે; તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ જ્યાં રહ્યું હોય
ત્યાં શેભે છે, એના દર્શન માત્રથી પણ દર્શકને શોભા દે છે અને જે આ શ્રી ભગવતીજી સૂત્રનો સદુપયેગ કરતાં આવડે, સઘળી ય સ્વારીઓને છોડીને આની જ માત્ર ભાવસ્વારીએ આત્મા ચઢે, તે આ શ્રી ભગવતીજી સૂત્ર આ લેકમાં પણ જય અપાવે છે, પરલોકમાં પણ જય અપાવે છે અને પરંપરાએ સદાને માટે જયવન્તા બનાવી દે છે.