________________
--
-
૧૫૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સમુન્નત” શબ્દને “ઉત્તમ” એ અર્થ કરે, એ કાંઈ કેય વ્યાજબી ગણત; પરતુ એકલા “કુજર” શબ્દને પ્રાગ નહિ કરતાં, “જયકુંજર” શબ્દને ટીકાકાર મહર્ષિએ પ્રયાગ કર્યો છે અને એથી હાથીની ઉત્તમતાને તે એ શબ્દમાં જ ગ્રહણ કરી લીધી છે. જયકુંજર એટલે જ હાથીએમાં ઉત્તમ એ હાથી ! આથી, “સમુન્નત” શબ્દના પ્રયોગ દ્વારા ઉત્તમતાનું સૂચન નથી કરાયું, પરંતુ બીજું જ કાંઈક સૂચન કરાયું છે, એ વાતને તમે સમજી શક્યા હશે. સમુન્નત વિશેષણથી ભરયુવાવસ્થાનું સૂચન:
તમે જાણતા તે હશે જ કે દરેક જીવ પ્રાયઃ યુવાવસ્થામાં જ વધુમાં વધુ શેત દેખાય છે. દુનિયામાં કહેવત છે કે- જુવાનીમાં તો ગધેડી પણ રૂપાળી લાગે છે.” રૂપાળે માણસ જુવાનીમાં અધિક રૂપાળે દેખાય છે અને કાળો પણ માણસ જુવાનીમાં સામાન્યપણે જે ગમે એ રૂપાળે દેખાય છે. બહુ કાળા બાળકને, પ્રૌઢને કે વૃદ્ધને જૂએ અને બહુ કાળા પણ યુવાનને જૂએ, તે તમને એમાં ઘણો ફરક લાગશે. એ શાથી? યુવાનીમાં સર્વ અંગોપાંગોની શક્ય એટલી બધી ખીલવટ થઈ જાય છે. યુવાનીની પહેલાં પણ એમાં કમીના હોય છે અને યુવાની વીત્યે પણ એમાં કમીના હોય છે. એ વિચાર કરે કે-જયકુંજર બહુ શોભીત હોય અને બહુ સમર્થ હોય, પણ એનું શોભીતાપણું અને એનું સામર્થ્ય, એની કયી અવસ્થામાં વધારેમાં વધારે પ્રમાણમાં ખીલેલું હોય? કહેવું જ પડશે કે-જયકુંજરનું પણ શીતાપણું અને સમર્થપણું, એની યુવાવસ્થામાં