________________
૧૫૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન લેકના શત્રુઓ પૂરતો જ! એ જયને લેભ, એ જયને રસ, એ જ્યને મેળવવાને માટે કરેલ હિંસાદિ, એ બધાના પ્રતાપે કર્મ એવું બંધાય કે-જે એને તપ-સંયમાદિથી નિર્જયું ન હોય અને તેના ઉદયને ભેગવવાને વખત આવે, તે એના પ્રતાપે આત્માને કેટકેટલા ય ભવમાં પરાજય ભેગવ પડે. જ્યારે શ્રી ભગવતીજી સૂત્રના જ્ઞાનને મેળવીને, જે એ જ્ઞાનને સ્વાયત્ત બનાવી દે, તે ઉભય લેકમાં જયવાળો બનીને, સદા જયવન્તા વર્તવા જેગી શ્રી સિદ્ધિગતિની દશાને પ્રાપ્ત કરે છે. એટલે જયને માટે જયકુંજરને શોધીને, મેળવીને અને પોતાને બનાવીને સુખ પામવું છે,-એવો વિચાર પણ વસ્તુતઃ કરવા લાયક નથી. જય જોઈતો હોય, તો આ લોકમાં ય જય અપાવે, પરલોકમાં ય જય અપાવે અને અને સદાને માટે જયવન્તા બનાય એવી અવસ્થાને પમાડે, આવી અનુપમ શક્તિને ધરાવનાર શ્રી ભગવતીજી સૂત્રના જ્ઞાનને સંપાદન કરીને, એ જ્ઞાનને સ્વાયત્ત એટલે આત્મપરિણત બનાવી દેવાને માટે પ્રયત્નશીલ બનવું, એ જ ડહાપણભર્યું કામ છે. સમુન્નત વિરોષણથી કયા વિરોષનું સુચન છે?
જયકુંજરને જેમ જુદાં જુદાં અંગો અને ઉપાંગો આદિ છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રને પણ એ અંગોપાંગાદિના સ્થાને ગણી શકાય—એવું શું શું છે, એ અહીં ટીકાકાર મહર્ષિએ શાસ્ત્રપ્રસ્તાવનામાં દર્શાવ્યું છે; પરન્તુ એને દર્શાવવાને માટે ટીકાકાર મહર્ષિએ “કવિ ' એવા પ્રકારે વર્ણન નહિ કરતાં, “સમુજત વસાવ” એવા પ્રકારે વર્ણન કર્યું છે.