________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૫૫
આવેશમાં મરેલો હોવાથી તે પહેલી નારકીમાં ઉત્પન્ન થયે. શ્રી હલ વિહલને પશ્ચાત્તાપ :
શ્રી હલ્લ-વિહલે સેચનક હાથીને મરતે જે. પછી તે તેમને ઘણે પશ્ચાત્તાપ થયું. તેમને એમ પણ લાગી ગયું કે “સેચનક પશુ હોવા છતાં પણ પશુ ઠર્યો નહિ અને આપણે માણસ હોવા છતાં પણ પશુ ઠર્યા. ત્યાં ને ત્યાં તેમણે નિર્ણય કર્યો કે-“હવે જીવવું તો ભગવાનના શિષ્ય બનીને જીવવું, નહિ તે જીવવું નહિ.” અને ભગવાનની પાસે પહોંચતાં તેમણે દીક્ષા પણ લઈ લીધી. એ બધું કેમ બન્યું તથા વિશાલા નગરીનું પતન કેવા પ્રકારે થયું અને શ્રી ચેટક રાજાની રક્ષા કેવા પ્રકારે થઈએ વિગેરેના વર્ણનનું આપણે અહીં પ્રજન નથી. આ તે, જયકુંજરનું રૂપક આપીને અહીં શ્રી ભગવતીજી સૂત્ર કેવું છે, તેને ટીકાકાર મહર્ષિએ
ખ્યાલ આપે હોવાથી, સેચનક સંબંધી વર્ણન કરીને જયકુંજરની જય અપાવવાની શક્તિ કેવી હોય છે, તેને તમને કાંઈક ખ્યાલ આપવામાં આવ્યો. જ્યકુંજર અને શ્રી ભગવતીજી જય અપાવે, પણ બન્નેના
વેગે મળતા જયોમાં મેટે ફરક છેઃ તમે જોયું ને કે-જયકુંજરમાં જય અપાવવાની અદ્ભુત તાકાત હોય છે ! પરંતુ શ્રી ભગવતીજી સૂત્રની જય અપાવવાની શક્તિની પાસે તો, જયકુંજરની જય અપાવવાની તાકાત કેઈ વિસાતમાં નથી. જયકુંજરને મેળવીને તેને સ્વાયત્ત બનાવનાર જય જરૂર મેળવે, જય જ મેળવે, કદી પણ એને પરાભવ થાય નહિ, પરંતુ એ જય કેવળ આ