________________
૧૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ગણાતાઓમાં અને માનવીઓમાં ય સારા તથા શ્રેષ્ઠ માનવીઓ ગણાતાઓમાં ય ઘણે અંશે દુર્લભ થઈ પડ્યું છે.જેનામાં કૃતજ્ઞતા ગુણ હોય છે અને તે સાથે નમ્રતા ગુણ હોય છે, તેને સારી સામગ્રીનો વેગ થતાં, તે કે ઉત્તમજીવી બની શકે છે, એ વાત આપણે અગાઉ વિચારી ગયા છીએ. કૃતજ્ઞતા. ગુણ, એ એક એ ગુણ છે કે-એ ગુણ નમ્રતા ગુણને પણ પિદા કર્યા વિના રહે નહિ. જે કૃતજ્ઞ હોય, તેને પિતાના ઉપકારીને નમવાનું મન થયા વિના રહે નહિ અને એથી ઉદ્ધત સ્વભાવના માણસે પણ જે કૃતજ્ઞતા ગુણના સ્વામી બની જાય છે, તો તેમની ઉદ્ધતાઈ આપે આપ ભાગી જવા પામે છે અને તેમનામાં નમ્રતાને ગુણ સહજ રીતિએ પ્રગટે છે. સેચનક મૃત્યુને ભેટયોઃ
સેચનક હાથીને ગુસસે જરૂર આવ્યો છે, પણ તે શ્રી હલ્લવિહલ્લ પ્રત્યે નથી આવ્યો. એને ગુસ્સે પોતાના જીવતર પ્રત્યે આવ્યું છે. પિતાના સ્વામીની સેવા અખંડપણે અને વફાદારીથી કરવા છતાં પણ, સ્વામી જે વગર સમયે તિરસ્કાર કરે, તે એવા જીવતરથી જ સર્યું–એમ સેચનક હાથીને થઈ ગયું છે. આથી, તેણે મરવાને અને મરતાં મરતાં પણ “આ હતો તે વફાદાર જ ”—એવું પોતાના સ્વામીને સમજાવી દેવાનો નિર્ણય કર્યો છે. પિતાને તિરસ્કાર કરતા શ્રી હલ્લ–વિહલ્લને સેચનક હાથીએ બળાત્કારે પણ પિતાની પીઠ ઉપરથી નીચે ઉતારી નાખ્યા અને જ્યાં તેઓ પીઠ ઉપરથી નીચે ઉતરી પડ્યા, એટલે તરત જ સેચનક હાથીએ ખાઈમાં ઝંપાપાત કર્યો. ત્યાં એ તરત જ મૃત્યુ પામ્યો અને