________________
૧૫૩
શ્રી ભગવતીજી સ્ત્રનાં વ્યાખ્યાન . કૃણિકને આ ઉપાય વ્યાજબી લાગે, એટલે એણે તત્કાળ ખાઈ ખેરાવીને, એ ખાઈને ખેરના અંગારાથી ભરી દીધા બાદ, એને ઢાંકી દીધી. ''; સેચનક હાથી જાણી ગયા ને થંભી ગયેઃ "
શ્રી હલ્લવિહલ્લને તો આની કશી જ ખબર નથી. તે તે સેચનક હાથી ઉપર બેસીને કૂણિકના સૈન્ય ઉપર ધસારે કરવાને માટે, વિશાલા નગરીની બહાર આવ્યા. સેજ રેજ તેઓ કૃણિકના સૈન્યને સંહાર કરીને સલામત રીતિએ પાછા જઈ શકતા હતા, તેથી એમને પણ ગર્વ આવી ગયું હતું. તેમને લાગ્યું હતું કે–પતે એકલા હાથે કૃણિકને હરાવી દઈ શકશે અને તે સમયે તેમને બહુ નજદિક લાગતું હતું. આથી જ, તેઓ ડહાપણુ વાપરવાના અવસરે ડહાપણ વાપરી શક્યા નહિ અને ગર્વના ગાંડપણનો ભંગ બન્યા.
ખેરના અગારાઓથી ભરેલી ખાઈની પાસે આવી પહચતાની સાથે જ સેચનક હાથી ઉભું રહી ગયો. તેને ખબર પડી ગઈ કે–આ ખાઈ છે અને આમાં અંગારા ભરેલા છે; એટલે એણે એક ડગલું પણ આગળ ભર્યું નહિ. હાથીને તિરસ્કારઃ - શ્રી હલ-વિહલે સેચનક હાથીને ચલાવવાને ઘણે પ્રયાસ કર્યો, પરંતુ તે ચાલ્યો નહિ. એ વખતે એ બે ભાઈએ એટલે વિચાર કરવાને પણ થતા નથી કે કઈ દિવસ નહિ ને આજે જ આ હાથી ચાલતું નથી, તે તેમાં જરૂર કોઈ ગૂઢ કારણ હશે !'
પણ જેવા પ્રકારની ભવિતવ્યતા હેય, તેવા પ્રકારના