________________
૧૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને શ્રી ચેટકને ભાગવું પડવું
પછી તે યુદ્ધમાં ઉતર્યો. શ્રી ચેટક રાજાએ તેના ઉપર બાણ મૂક્યું, પણ દૈવી સહાયને લઈને, દિવ્ય અને અમેઘ એવું પણ શ્રી ચેટક રાજાનું બાણ નિષ્ફળ નિવડ્યું. શ્રી ચેટક રાજાએ બીજું બાણ છોડ્યું નહિ. પહેલું બાણ નિષ્ફળ નિવડ્યું, એટલે શ્રી ચેટક રાજા પોતાની પ્રતિજ્ઞાને અનુસરીને યુદ્ધમાંથી પાછા ફર્યા. બીજે દિવસે પણ એમ જ બન્યું.
આની, શ્રી ચેટક રાજાના સાથીદારે અને સુભટ ઉપર પણ ખરાબ અસર થઈ. તેમને લાગ્યું કે–આપણા સ્વામીનું પુણ્ય ક્ષીણ પ્રાયઃ થઈ ગયું છે. એથી પણ ધીરે ધીરે યુદ્ધની સ્થિતિ પલટાતી ગઈ.
શ્રી ચેટક રાજાના ગણરાજાઓ ભાગીને પિતપોતાના નગરમાં જતા રહ્યા અને એથી શ્રી ચેટક રાજાને પણ રણભૂમિને તજી દઈને, પિતાની વૈશાલી નગરીમાં ભરાઈ જવું પડ્યું.
પછી કૃણિકે પણ ત્યાં આવીને એ વૈશાલી નગરીને ઘેરી લીધી, પરંતુ વૈશાલી નગરી એવી સુરક્ષિત હતી કેકૃણિક તે નગરીમાં કેમેય પ્રવેશ કરી શક્યો નહિ. જ્યકુંજર દ્વારા જીત મેળવવાનો શ્રી હલ્લ-વિહલને પ્રયાસ
હવે જયકુંજર જેવા સેચનક નામના હાથીની જય અપાવવાની શક્તિને પ્રસંગ આવે છે. રાજા કૃણિકે આખી ય વિશાલા નગરીને એવી સખ્ત રીતિએ ઘેરી લીધી હતી કેએક પણ માણસ એનગરીમાંથી બહાર આવી શકતો નહોતો. આમ છતાં પણ, રોજ રાત્રિના સમયે સેચનક હાથી ઉપર બેસીને શ્રી હલ અને શ્રી વિહલ્લ આવતા હતા અને કૂણિ