________________
૧૪૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જવાબોને વિષે વિચાર કર્યો હેત, તે એને કષાય પણ ઉપશાન્તભાવને પામત; પરન્તુ કઈ પણ બાબતને શાન્તિથી અને ધીરજથી વિચાર કરવા જેગી ગ્યતા જ કૃણિકમાં હતી નહિ. આથી, દૂતે પાછા આવીને જ્યારે શ્રી ચેટક રાજાએ આપેલા ઉત્તરને કહી સંભળાવ્યું, ત્યારે તે તે વ્યાજબી પણ ઉત્તર, કૃણિકના ક્રોધ રૂપી અગ્નિને માટે વંટોળીયા જે થઈ પડ્યો. અગ્નિનો ને વંટોળીયાનો વેગ થાય, એટલે અગ્નિ જેમ એકદમ ભભૂકી ઉઠે અને એનો વિસ્તાર વધતો જ જાય, તેમ કૂણિક પણ શ્રી ચેટક રાજાએ આપેલો ઉત્તર કાને પડતાં, પિતાના મગજને કાબૂમાં રાખી શક્યો નહિ. એણે તે, તત્કાળ, શ્રી ચેટક રાજાની ઉપર ચઢાઈ કરવાને માટે જયભંભા વગાડી. ભંભાનાદને સાંભળીને, કૂણિક રાજાના સનિકે સર્વ પ્રકારે સજ્જ થઈ ગયા. કૃણિકના કાળ વિગેરે નામના જે દશ ભાઈઓ હતા, તે પણ સર્વ રીતિએ સજ્જ થઈને સૈન્યની આગળ ચાલવા લાગ્યા. દરેક કુમાર એક એક સિન્યન સેનાધિપતિ હતે.
વિચાર કરે કે–વાત કેટલી સામાન્ય હતી અને એમાંથી પરિણામ કેવું ભયંકર આવી પહોંચ્યું? જે કૃણિક રાજા પદ્માવતી રાણુના આગ્રહને વશ બન્યો ન હોત, તો આ અકારણ યુદ્ધને પ્રસંગ જ ઉપસ્થિત થવા પામત નહિ. કૃણિકના દશેય ભાઈઓ મરાયાઃ
કૃણિક યુદ્ધ કરવાને માટે આવી રહ્યો છે, એવા સમાન ચાર આવી પહોંચતાં શ્રી ચટક રાજાએ પણ યુદ્ધની કૃણિકના જેવી જ ભારે તૈયારી કરી. યુદ્ધની તૈયારી કરી લઈને, શ્રી ચેટક રાજા પિતાના તાબાના દેશની સીમાએ પહોંચી ગયા,