________________
૧૪૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
બને જ નહિ.”
શ્રી ચેટક રાજાએ આ મધુર જવાબ આપે, એટલે કણિકના દૂતે ફરીથી કહ્યું કે- આ બને આપને શરણે આવેલા છે–એ કારણે જ આપ આ બન્નેને આપી શકતા ન હે, તો તેમની પાસેથી તમે હસ્તિ વિગેરે રત્નોને લઈ લો અને તે રત્નો મારા સ્વામી રાજા કૃણિકને અર્પણ કરી દે !”
આના જવાબમાં, શ્રી ચેટક રાજાએ કહ્યું કે-“કેઈન દ્રવ્યને આપવાને માટે કઈ સમર્થ બની શકે નહિ, આ ન્યાય તે રાજા અને રંક બનેને માટે સરખે છે. આ કારણે, ન તે આમના ઉપર બલાત્કાર કરીને હું આમની પાસેથી કાંઈ લઈ લઈશ અગર ન તો આમને સમજાવીને પણ હું આમની પાસેથી કાંઈ લઈ લઈશ. આમની પાસેથી મારે લેવાની વાત તો દૂર રહી, પણ આ બન્ને તો મારા ભાણેજે હેઈને, મારે વિશેષે કરીને દાન દેવાને ગ્ય છેઃ કારણ કે-ભાણેજ ધર્મપાત્ર ગણાય છે.” શ્રી ચેટક રાજાની પરાક્રમશીલતા અને ગુણસમ્પન્નતાઃ
શ્રી ચેટક રાજાએ આ પ્રમાણેના જવાબ આપવાથી, વિશેષ કાંઈ પણ બોલ્યા વિના, કૃણિકને દૂત ત્યાંથી પાછા ચાલ્યા ગ. કૃણિકને દ્દત વધારે બેલે પણ શું? શ્રી ચેટક રાજાએ પૂરા ઉપશાન્તભાવને ધારણ કરીને જવાબ દીધા છે. જવાબ પણ એવા દીધા છે, કે જે જવાબે પૂરેપૂરા યુક્તિસંગત ગણાય. એમણે સીધે સીધું એમ નથી કહી દીધું કેહલ તથા વિહલને નહિ એંપાય; પણ ન્યાયની રીતિને સમજાવીને, એવી રીતિએ કહ્યું છે કે–એમની જગ્યાએ કઈ