________________
૧૪૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ક્રોધાદિ કષાની જેમ માનષાયને પણ પરવશ બની ગયેલ છે. એના કષાયે જોરદાર છે અને એ કષાયોને આઘાત પહોંચાડે–એવી સામગ્રી પ્રાપ્ત થવાને બદલે, એને એના કષાયોને પુષ્ટ કર્યા કરે–એવી સામગ્રી મળેલી છે. એ માની બેઠેલો છે કે–બધું મારું ધાર્યું થવું જ જોઈએ અને મેટે ભાગે એનું ધાર્યું થાય છે પણ ખરું. આવા પ્રસંગમાં એના કષાયે પ્રતિદિન પુષ્ટ બનતા જાય, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. આજે સ્પષ્ટપણે સમજાઈ જાય એવી પણ બાબતેમાં ઉસૂત્રપ્રરૂપણાઓ કરનારાઓ અને સસૂત્રપ્રરૂપણા કરનારા મહાત્માઓને ભાંડનારાઓની યી હાલત છે ? એવાઓને દેખીતી રીતિએ શેડી–ઘણું ફાવટ આવી જાય છે, એટલે એવાઓ વધારે ને વધારે ઉન્મત્ત બનતા જાય છે. આ સંસારમાં, ખરાબમાં ખરાબ કામે કરવા છતાં પણ, તેવાં કામ કરવામાં ફાવટ આવ્યા કરે, એ બનવાજોગ છે. પૂર્વનું પુણ્ય જોરદાર હોય અને તે ઉદયમાં વર્તતું હોય, તે કામ ખરાબ કરે ને લેકનું સન્માન સારું મેળવે, પિતે દુર્જન છતાં અજ્ઞાન લકમાં સજજન ગણાય અને સજજનને સંતાપવામાં સફળ નિવડે, એ બધું શક્ય છે; પરન્તુ એવાઓનું એ પ્રકારનું પુણ્ય પાપાનુબંધી જ હોય છે અને એથી એવાઓનું ભાવિ ઘણું ભયંકર હોય છે. એવા પુણ્યને જે વખાણે, તે પણ પાપને ભાગીદાર બને. પુણ્યની ઈચ્છા કરનારાએ પણ કદી પાપાનુબંધી પુણ્યની ઈચ્છા નહિ કરવી જોઈએ. પાપાનુબંધી પુણ્ય કરતાં તો પુણ્યાનુબંધી પાપ સારું,-એમ માણસે પોતે પિતાને માટે વિચારી લેવું જોઈએ અને તે પણ ધર્મસામગ્રી મળે–એવા પ્રકારની અપેક્ષાપૂર્વક !