________________
૧૪ર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
સ્ત્રીની સલાહ મુજખ ચાલવાથી, હું ઉભયભ્રષ્ટ થયેા : કારણ કેહાથી વગેરે રત્ના પણ મને મળ્યાં નહિ અને મેં મારા ભાઇઓને પણ ગુમાવ્યા.’
પરન્તુ, કૃણિક એ જબરો કષાયશીલ હતા, એટલે એણે એવા વિચાર કરીને, ન તા મનને મનાવી લીધું કે ન તે એણે પોતાની થઈ ગયેલી ભૂલને સુધારી લેવાનો વિચાર કર્યાં.
એણે તેા એવા વિચાર કર્યો કે ભલે જે થવું હતું તે થઈ ગયું, પણ હવે તે મારે આવી પડેલા આ કષ્ટને નિવારવું જ જોઇએ; એટલે કે—હવે તે મારે કોઇ પણ ભાગે મારા તે અન્ને ય ભાઇઓને પાછા લાવવા જ જોઈએ. જો હું મારા તે અન્ને ભાઈ એને પાછા લાવું નહિ અને મારા આ પરાભવને સહન કરી લઉં, તા મારામાં અને વાણીયામાં ફેર શે ??
કૂણિકની આ કેવી વિચિત્ર મનેાદશા છે ? પાતે હસ્તિ આદિની માગણી કરવામાં ભૂલ કરી–એ વાતને એ પ્રધાનતા આપતા નથી અને પેાતાના ભાઈ એ એ જ કારણે તેને અંધારામાં રાખીને ચાલ્યા ગયા એ વાતને એ પેાતાના મેટા પરાભવ તરીકેનું મહત્ત્વ આપીને, આ વાતને જો પાતે જતી કરે તે તેમાં પેાતાનું ગૌરવ જ હણાઈ જાય–એ રીતિએ વિચારણા કરે છે. કણિકને પોતાની ભૂલ સમજાઈ છે; પેાતાની ભૂલનો તેને ખ્યાલ આબ્યા ન હોય એવું નથી; આમ છતાં પણ, તે હવે તેા પેાતાના ગૌરવની રક્ષાને ખાતર શું કરવું જોઈ એએનો વિચાર કરે છે.
શ્રો જિનવચનના રસ તારે તે સ્વવચનનો રસ ડૂમાવેઃ આપણે ત્યાં પાંચ પ્રકારનાં જે મિથ્યાત્વે વર્ણવાએલાં