________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૪૧
શ્રી હલ્લ-વિહલ વૈશાલી પહોંચી ગયા
શ્રી હલ્લ–વિહલે વિચાર કર્યો કે–આપણે આ હાથી વિગેરે આમ આપી દઈએ એ યોગ્ય નથી અને અહીં રહીએ તે પરિણામ સારું આવે નહિ. કૃણિક સાથે લડવું, એ પણ
ગ્ય નથી અને પિતાએ, માતાએ તથા વડિલ ભાઈએ આપણને ચાહીને આપેલ જે વસ્તુઓ, તે કણિકને તેના માગવાથી આપી દેવી, એ ય ગ્ય નથી. આથી, તેમણે ચંપાનગરીને છેડીને અન્યત્ર ચાલ્યા જવાનો વિચાર કર્યો. પિતાના હક્કની વસ્તુઓ ખાતર પણ ભાઈ સાથે લડવું પડે, એ તેમને ગમતું નહતું અને જો તેઓ ત્યાં રહે, તે ભાઈની સાથે લડવાને પ્રસંગ આવ્યા વિના રહે જ નહિ એવું હતું. આથી, તેમણે નિર્ણય કર્યો કે-“આપણે ક્યાંક અન્યત્ર ચાલ્યા જઈએ.” આ નિર્ણય કરીને, તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને વૈશાલી નગરી તરફ ગયા. તે સમયે વૈશાલી નગરીમાં શ્રી ચેટક નામે મહા પરાક્રમી રાજા હતા અને તે આ શ્રી હલ્લ– વિહલ્લના માતામહ થતા હતા. શ્રી હલ્લ-વિહલ્લ વૈશાલી નગરીએ પહોંચતાં, શ્રી ચેટક રાજાએ તેમને સત્કાર કર્યો અને તેમને પોતાને ત્યાં જ પોતાના યુવરાજોની જેમ રાખ્યા. કણિકની વિચિત્ર મનોદશા:
શ્રી હલ્લ-વિહલ્લ ચંપાનગરીને રાતો રાત તજી ગયા હતા, એટલે સવારે જ કૃણિકને એવા સમાચાર મળ્યા કેહલ્લ-વિહલ્લ તે ધૂર્તની જેમ છેતરીને વૈશાલી નગરીએ ચાલ્યા ગયા છે.” એવા સમાચાર મળ્યા, એટલે કૃણિકને સૌથી પહેલાં તે એ જ વિચાર આવ્યો કે “સાચે જ,