________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૪૩ છે, તેમાં મિથ્યાત્વનો અભિનિવેશ નામનો પણ એક પ્રકાર વર્ણવાએલો છે. પહેલાં શ્રી જિનવચનનો જ રસ હોય, પરન્તુ સંગવશાત્ જે એવું બને કે-શ્રી જિનવચનના રસમાં મન્દતા આવે અને પોતાના વચનનો રસ પ્રધાન બની જાય, તો સમ્યગ્દષ્ટિ જીવ સમ્યગ્દર્શન ગુણને વમીને, અભિનિવેશ નામના મિથ્યાત્વનો સ્વામી બની જાય. જેણે અભિનિવેશ નામના મિથ્યાત્વથી બચવું હોય, તેણે સ્વવચનના રસ ઉપર ખૂબ ખૂબ કાબૂ મેળવો જોઈએ અને શ્રી જિનવચનના રસને હૈયામાં સારી રીતિએ પ્રવાહિત રાખ્યા કરવો જોઈએ. શ્રી જિનવચનનો રસ, ઓછું ભણેલા પણ આત્માઓને આબાદ તારી દે છે, જ્યારે સ્વવચનનો રસ, ઘણું ભણેલા અને વિશિષ્ટ કેટિની ગણાય તેવી તર્કશક્તિને ધરનારા આત્માઓને પણ, બહુ જ ભયંકર રીતિએ સંસારસાગરમાં રૂલાવી નાખે છે. સ્વવચનનો રસ, એ તો એક એવી વસ્તુ છે કે-ઘણુ ઉત્કટ કેટિના ગણાય તેવા ચારિત્રાચારેને નિરતિચારપણે સેવવાના પ્રયત્નવાળા અને શાસ્ત્રોના મહા જ્ઞાતા એવા પણ મહાત્માઓને, જે તેઓ બીનસાવધ બની જાય અને શ્રી જિનવચનનો તેમનો રસ જે મન્દપણાને પામી જાય, તે તેમને તેમનો સ્વવચનનો રસ મિથ્યાષ્ટિ અને ઉસૂત્રપ્રરૂપક બનાવીને, કદાચ અનન્ત કાલને માટે પણ સંસારમાં ફેલાવનારે બની જાય. કામ ખરાબ કરે અને લોનું સન્માન સારૂં મેળવે-એવું
પણ પાપાનુબંધી પુણ્યના ઉદયે બને?
આ રીતિએ સ્વવચનને રસ જે મહાત્માઓને પણ મુંઝવી. શકે છે, તે પછી બીચારા કૃણિકનું તે શું ગજું? એ તે,