________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૫૧ કના ઘણા સિન્યને સંહાર કરીને સહીસલામત પાછા ચાલ્યા જતા હતા. ખૂબી એ હતી કે–સ્વપ્નમાં દેખાએલા હાથીને જેમ પકડી કે મારી શકાય નહિ, તેમ આ સેચનક હાથીને પણ કઈ પકડી કે મારી શકતું નહોતું અને એથી જ શ્રી હલ્લ-વિહલ કૃણિકના સૈન્યમાં પેસી, કૃણિકના ઘણા સિન્યને મારી, રાતોરાત પાછા કુશળક્ષેમ વિશાલ નગરીમાં પહોંચી જઈ શકતા હતા. કણિકે હાથીને મારવાનો કરેલો ઉપાય
આમ થવાથી, છેક વિશાલા નગરીના દ્વાર સુધી પહોંચી ગયેલા કણિકને પાછી ચિન્તા થઈ પડી, કારણ કે વગર યુદ્ધ પણ એના સૈન્યને ઘણે ભાગ નાશ પામી ગયું હતું.
આથી, તેણે પોતાના મંત્રીઓને બોલાવીને કહ્યું કે“આમ તો આપણું આખા ય સૈન્યને હલ્લ–વિહલ્લ ખતમ કરી નાખશે, માટે આને કેઈ ઉપાય કરવો જોઈએ. કઈ પણ ભેગે, હલ્લવિહલને જીતી લેવા જોઈએ.”
મંત્રીઓએ કૃણિકને કહ્યું કે- આપની વાત સાચી છે, પરતુ જ્યાં સુધી હલ્લ-વિહલ્લ સેચનક હાથી ઉપર બેસીને આવે છે, ત્યાં સુધી તે તેમને જીતી શકાશે જ નહિ. આથી, કરવું એવું જોઈએ કે જેથી સેચનક હાથી જ મૃત્યુ પામે. એ માટે, સેચનક હાથીના આવવાના માર્ગે એક મેટી ખાઈ ખેદાવીને, એ ખાઈને ખેરના અંગારાથી ભરી દેવી અને પછી તેને ઢાંકી દેવી. પછી સેચનક હાથી જ્યારે વેગથી દોડતે દેડતે આવશે, ત્યારે તે એ ખાઈમાં પડી જશે અને ખાઈમાં પડેલો તે મૃત્યુને પામશે.