________________
ખીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૪૯
એ યુદ્ધમાં એક-બીજાના સૈનિકો કેટલા હતા, દરેકની સાથે કેટકેટલા હાથી-ઘેાડા રથ વિગેરે હતું, તેમ જ એકબીજાએ કેવી કેવી વ્યૂહરચનાઓ કરી હતી–એ વિગેરે બાબતમાં અહીં આપણે ઉતરવું નથી.
યુદ્ધના પહેલા દિવસે, કૂણિકે પેાતાના પહેલા ભાઈ કાળને સેનાપતિ બનાવીને યુદ્ધ કરવાને માટે મેકલ્યા, તા એ શ્રી ચેટક રાજાના ખાણથી મરાયા. બીજા દિવસે ખીજા ભાઇને કૃણિકે સેનાપતિ અનાવીને યુદ્ધ કરવાને માટે મેાકલ્યા, તા તે પણ ખીજે દિવસે શ્રી ચેટક રાજાના ખાણથી મરાયા. એમ દશ દિવસના યુદ્ધમાં, કૃણિકના દશેય ભાઇઓ શ્રી ચેટક રાજાના માણના ભાગ બની ગયા.
દૈવી સહાય મેળવવાના પ્રયત્ન ઃ
આથી કૃણિક હતાશ થઈ ગયા; શ્રી ચેટકની સાથે યુદ્ધ કરવાને માટે આવવામાં પાતે ભૂલ કરી, એમ પણ કૃણિકને લાગ્યું; પરન્તુ દશ દશ ભાઇઓને મૃત્યુના મુખમાં હોમી દીધા પછીથી, પાછા કેમ વળાય ?–એ વિચારે કૃણિકને મુંઝબ્યા. એથી એણે દેવતાનું આરાધન કરવાંના નિર્ણય કર્યો. દૈવી સહાય મેળવીને, શ્રી ચેઠક રાજાને જીતી લેવાની એની ઇચ્છા હતી.
એણે તપ આદર્યું અને કાઈ દેવનું ધ્યાન ધરતા તે સ્થિર થયા. કૃણિકે પૂર્વજન્મમાં તપ ઘણા કરેલા અને એમાં આ જન્મના તપ મળ્યા, એથી દૈવી સહાયને મેળવવાની તેની ઇચ્છા પૂર્ણ થઈ. તેને એવી દૈવી સહાય મળી ગઈ, કે જેથી તે ઘાર સંગ્રામ ખેલી શકે અને શ્રી ચેટક રાજાના આણુથી હણાય નહિ.
૧.