________________
૧૫૩
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના ! વિચારો આવે–એ પણ શક્ય છે. - ઘણા પ્રયાસે પણ સેચનક હાથી જ્યારે ચાલ્યા નહિ, ત્યારે શ્રી હલ્લ–વિહલ ગુસ્સામાં આવી ગયા. ગુસ્સામાં આવી જઈને, તેમણે એ હાથીને તિરસ્કાર કરવાપૂર્વક, એ હાથીને કહ્યું કે-“રે સેચનક! આખર તું પશુ તે પશુ જ! અત્યારે તે તું ખરેખર પશુ થયો છે. એથી જ તું આ વખતે રણમાં જવાને માટે કાયર થઈ ગયા છે. તારે માટે તે અમે દેશને છોડીને પરદેશમાં આવ્યા; ભાઈને પણ અમે તારે માટે ત્યાગ કર્યો અને તારે કારણે જ આર્ય ચેટકને અમે મહા આપત્તિમાં મૂકી દીધા છે. જે પ્રાણી સદાને માટે સ્વામીનો ભક્ત બન્યા રહે છે, તે પ્રાણને પિષ એ સારું છે, પણ તને પિષ એ સારું નથી, કારણ કે–તું તારા પ્રાણને વહાલા કરીને અમારા કાર્યની ઉપેક્ષા કરી રહ્યો છે.” પશુ છતાં પણ કૃતજ્ઞઃ
આવી રીતિએ શ્રી હલ્લ-વિહલે તિરસ્કાર કરવાથી, સેચનક હાથીને ગુસ્સો આવ્યો. ગુસે આવવા છતાં પણ એ જાતવાન હતા, એટલે મરતાં મરતાં પણ સ્વામીનું અનિષ્ટ તે નહિ જ કરવું, એની એણે કાળજી રાખી. કેટલાંક પશુઓમાં પણ આ ગુણ હોય છે કે જેનું અનાજ એક વાર પેટમાં પડવું હેય, જેણે એક વાર પણ પોતાના ઉપર ઉપકાર કર્યો હોય, જેણે પાલન–પિપણ કર્યું હોય, તેનું થાય તો ભલું કરવું પણ તેનું ભૂંડું તે હરગીઝ કરવું નહિ. કેટલાંક પશુઓમાં પણ આ રીતિએ કૃતજ્ઞતા ગુણનું જેવું દર્શન થાય છે, તેવું દર્શન આજે માનવી