________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૧૫૯ જ વધારેમાં વધારે પ્રમાણમાં ખીલેલું હોય. એ અવસ્થામાં એ જે શોભે છે અને જેવું કામ આપી શકે છે, તે તે તેના બાલપણામાં કે વૃદ્ધપણામાં શેભતો પણ નથી અને તેના બાલપણામાં તથા વૃદ્ધપણામાં તેવું કામ તે આપી શકતો પણ નથી. આથી સિદ્ધ થાય છે કે અહીં જે સમુન્નત શબ્દને પ્રયોગ કરવામાં આવ્યું છે, તે એમ સૂચવે છે કેશ્રી ભગવતીજી સૂત્રની સરખામણી કરવાને માટે જે જયકુંજર હાથીને ઉદાહરણ રૂપે ગ્રહણ કરવામાં આવ્યું છે, તે જયકુંજરને પણ તે ભર યુવાવસ્થામાં રહેલું હોય એવી અવસ્થાવાળે કલ્પવામાં આવ્યો છે અને એની ભર યુવાવસ્થાનું સૂચન કરવાને માટે જ ટીકાકાર મહર્ષિએ “જયકુંજર”ના વિશેષણ તરીકે “સમુન્નત” શબ્દને પ્રયોગ કર્યો છે. આકાશ તરફ વધતાને ઉન્નત કહેવાય છે અને પાતાળ તરફ વધતાને અવનત કહેવાય છે. ઉંચે ચઢતા જવામાં ઉન્નતભાવ છે અને નીચે ઉતરતા જવામાં અવનતભાવ છે. કેઈ કહેશે કે તે પછી વૃદ્ધાવસ્થામાં યુવાવસ્થાના કરતાં પણ વધારે ઉન્નતભાવ ગણાય” પણ સમજવું જોઈએ કે–વૃદ્ધત્વ તરફની ચાલ એ ક્રમશઃ ક્ષીણત્વ તરફની ચાલ છે. એટલે કેરી ઉન્નતાવસ્થાને જણાવતાં કઈ વૃદ્ધાવસ્થાને ગ્રહણ કરવાની ભૂલ કરે નહિ, એ માટે અહીં “સમુન્નત” એટલે “સમ્યફ પ્રકારે ઉન્નત” –એ પ્રયોગ કરવામાં આવ્યું છે. મહાપુરૂષ, સમર્થ જ્ઞાની પુરૂષે, કઈ પણ શબ્દનો પ્રયોગ તો શું, પરંતુ ઉપસર્ગ માત્રને પ્રયોગ પણ, કેઈ આશય વિશેષને અવલંબીને જ કરે છે. અહીં ઉન્નત શબ્દની સાથે “ર” ઉપસર્ગને જવામાં પણ, ટીકાકાર મહર્ષિને આશય વિશેષ છે અને તે