________________
૧૪૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન મારક છે, હેય છે”—એવી વિચારણા રેજ કરવી જોઈએ અને એવા એવા વિચારેથી મમત્વ મન્દ બને અને છેવટે મરે પણ ખરું—એવું તમારે કરવું જોઈએ. શ્રી ભરતજીના ૯૮ ભાઈઓના પ્રસંગની યાદ
તમે કદાચ જાણતા હશે કે–અહીં જે પ્રસંગ ઉપસ્થિત થવા પામ્યો છે, તેવા પ્રકારને પ્રસંગ મહારાજા શ્રી ભરતના સમયે પણ ઉપસ્થિત થવા પામ્યો હતો. શ્રી ઋષભદેવ ભગવાન પિતાના સેએ પુત્રને રાજ્ય વહેંચી આપીને પ્રત્રજિત થયા હતા. તે પછી, શ્રી ભરત ચક્રવર્તી બનનારા હતા માટે ચકરત્ન પ્રગટ થયું અને તેમણે એ ખંડને સાધ્યા. છએ ખંડને સાધીને આવવા છતાં પણ, ચકરત્ન આયુધશાળામાં પેસતું નથી, કારણ કે-શ્રી ભરત મહારાજાના નવ્વાણું ભાઈઓએ શ્રી ભરત મહારાજાની આજ્ઞાને સ્વીકારી નહોતી. આથી, શ્રી ભરતે જ્યારે પિતાના ભાઈઓને પિતાની આજ્ઞાને સ્વીકાર કરવાનું કહેવડાવ્યું, ત્યારે તે કેઈને ગમ્યું નહિ. એ નહિ ગમવા છતાં પણ, એક શ્રી બાહુબલિજી સિવાયના અણુએ ભાઈઓએ ભગવાનની પાસે જ જઈને “શું કરવું? –એને નિર્ણય કરવાને વિચાર રાખ્યો. એ અદૃણું ભાઈએ પિતપોતાના રાજ્યને તજીને ભગવાનની પાસે ગયા. એમને હૈયે એ વાત જરૂર હતી કે રાજ્ય પિતાજીએ આપ્યું છે, પછી ભરતજીની આજ્ઞા માનવાની હેય શાની?” પણ એમણે કેવો રસ્તો લીધે, તેની આ વાત છે. આ પ્રસંગમાં, શ્રી હલ્લ–વિહë પણ લગભગ એવો જ રસ્તે લીધે છે. તેઓ કૃણુકની સાથે લડી લેવાને તૈયાર થયા નથી.