________________
૧૩૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
જીવનભર પિતાની પાસે અને પિતાના હૈયામાં રાખવાનું વચન વારંવાર આપ્યું હોય તેમ જ જેના ઉપરના રાગને વશ બનીને માતા-પિતાદિને અને સ્નેહી-સંબંધીઓને ત્યાગ કર્યો હોય, એવી પણ પિતાની સ્ત્રીને દગો દેનારા આ સંસારમાં હોય છે, એવું તમારા ખ્યાલમાં આવ્યું છે ખરું? તમે બધા તો એમાંનું કાંઈ કરનારા કે એમાંનું કાંઈ કર્યું હોય તેવા નથી ને ? જરા વિચાર તે કરી જેજે ! કામરાગ જ્યારે નચાવતું હોય છે અને એને આધીન બનીને માણસ જ્યારે નાચતે હોય છે, ત્યારે તે વિવેકવિલ તે બનેલો જ હોય છે, પરંતુ સામાન્ય પ્રકારના સવ્યવહારથી પણ તે વિકલ બની જાય છે. એ માણસ, કદાચ ભણેલા-ગણેલા અને બુદ્ધિશાલી હોય, તે પણ એવા વખતે એને માટે ય, મૂર્ખ અને દુર્જનને શોભતા એણે વિચાર કરવા અથવા તો એણે એવું બોલવું અથવા તે એણે એવું આચરવું, એ વિગેરે પણ તદ્દન સુશક્ય બની જાય છે. કૃણિકની માગણી
કૂણિક જ્યારે રાણી પદ્માવતીના આગ્રહને નિવારી શક્ય નહિ, ત્યારે તેણે શ્રી હલ્લ–વિહલ્લની પાસેથી હાથી વિગેરેને માગવાનું કબૂલ કરી લીધું અને તે અનુસાર, તેણે પિતાના સૌભાતૃપણાના ભાવને દબાવી દઈને પણ, શ્રી હલ્લ– વિહલ્લની પાસે એ સેચનક હાથીની, દિવ્ય કુંડલોની, દિવ્ય વસ્ત્રોની અને દિવ્ય હારની માગણી કરી. કૃણિકે આવી માગણી કરવા છતાં પણ, શ્રી હલ્લ–વિહલ્લ બીજું કાંઈજ બેલ્યા નહિ. તેમણે તે માત્ર એટલું જ કહ્યું કે- જેવી આપની