________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૩૭ પિતાના મૃત પિતા પ્રત્યે ઘણે આદરભાવ છે. એટલે તે પિતાના નામે પણ પદ્માવતીની વાતને નિષેધ કરે છે.
એ પ્રમાણે નિષેધ કરવા છતાં પણ, રાણી પદ્માવતી માનતી જ નથી. એ તે, પિતાને આગ્રહ ચાલુ ને ચાલુ જ રાખે છે. કૃણિકને જેમ શ્રી હલવિહલની પાસેથી એ હાથી વિગેરે લઈ લેવું એ ગમતું નથી, તેમ રાણી પદ્માવતી નારાજ રહ્યા કરે-એ પણ એને ગમતું નથી. આ બે ય અણગમતાં છે, પણ એમાંનું એક અણગમતું એવું જોરદાર બની જાય છે કે-બી અણગમતું પણ કરવાને માટે રાજા કૃણિક તૈયાર થઈ જાય છે. આખર, રાજા કૃણિક, રાણી પદ્માવતીના આગ્રહને આધીન બની જાય છે અને શ્રી હલ–વિહલની પાસેથી સેચનક હાથી વિગેરેને માગી લેવાનું કબૂલ કરે છે. કામરાગને નાચઃ
આમાં, તમને કાંઈ આશ્ચર્ય પામવા જેવું લાગે છે ખરું? જ્યાં કામરાગ જોર કરે છે, ત્યાં દઢ પણ નેહરાગ નબળો પડી જાય છે અને અન્ત કદાચ નાશ પણ પામી જાય છે. એવી હકીકતને જણાવતાં ઉદાહરણો શાસ્ત્રોમાં તો ઘણાં આવે છે, પરંતુ તમને ય આને શેડો-ઘણે અનુભવ તે હશે ને ? ગમતી બાયડી ખાતર મહા ઉપકારી એવાં પણ માતા-પિતાની અવગણના કરનારાઓને, તમે જોયા–જાણ્યા છે? સ્ત્રી પ્રત્યેના રાગથી નેહી બધુજનો આદિને પણ તિરસ્કાર કરનારાઓ છે, એવું તમે સાંભળ્યું છે? અરે, અન્ય કેઈ સ્ત્રી ઉપર રાગ થઈ જવાથી, જેને પોતે પરણીને લાવ્યું હોય, જેની જોડે સંસારનું સુખ ભોગવ્યું હોય, જેને