________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૩૧
મારા પેટમાં આવ્યું, ત્યારે મને બહુ જ ખરાબ દેહદ ઉત્પન્ન થયે હતો અને એથી હું ત્યારથી જ જાણી ગઈ હતી કે–તૂ તારા પિતાને વૈરી છે, કારણ કે-જે ગર્ભ હેય, તેવા જ પ્રકારને દેહદ સગર્ભા સ્ત્રીઓને ઉત્પન્ન થાય છે. ગર્ભમાં રહેલા પણ તને, તારા પિતાને વરી જાણીને, તારા પિતાના કલ્યાણની કાંક્ષિણી એવી મેં ગર્ભપાતના પ્રયત્નો પણ કર્યા હતા; પરંતુ તારું નશિબ એવું જબરું હતું કે–ગર્ભપાતને માટે જે જે ઔષધે લીધાં, તે તે સર્વ ઔષધો તને હાનિકારક નિવડવાને બદલે, તારા માટે પુષ્ટિકારક પૂરવાર થયાં. વળી, તારા પિતાએ તો “ક્યારે હું પુત્રના મુખને જોઈશ”—એવી આશાએ, તેમના અકલ્યાણના જ સૂચક એવા પણ મારા દેહદને પૂર્ણ કર્યો હતો. તારા પિતાના મનમાં તે તારે માટે કશે જ ખરાબ ભાવ નહિ હતો, પરંતુ મારા મનમાં તે એ વાત બરાબર અંકિત થઈ ગઈ હતી કે–તું તારા પિતાને વૈરી જ છે, એટલે જે જો કે તરત જ મેં તને ઉકરડે તજી દીધો હતો, પરંતુ ત્યાંથી પણ તારા પિતા જ તને પિતાના જીવની જેમ જાળવીને લઈ આવ્યા. એ પછી પણ, તારા પિતાએ તારા પ્રત્યે ગજબનું વાત્સલ્ય કર્યું હતું. તને મેં જે ઠેકાણે તજી દીધા હતા, ત્યાં કુકડીને પિંછાથી તારી એક આંગળી વીંધાઈ જવા પામી હતી અને પછી તે પાકી હતી. અંદર કૃમિઓથી ખદબદીને દુર્ગન્ધ મારતી બનેલી એ આંગળી, તને ભારે પીડા ઉપજાવતી હતી. તારી એવી દુર્ગન્ધ મારતી આંગળીને પણ, તારા પિતા પિતાના મોંઢામાં રાખી મૂકતા હતા અને જેટલો વખત તેઓ તારી આંગળીને મેંઢામાં રાખતા હતા, તેટલી વખત જ તને સુખને અનુભવ થતો હતો. તારા