________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૨૯
માન્યતા હતી, તેને મનમાં રાખીને જ પૂછ્યું હતું અને એથી તેની એ માન્યતાને ઉદ્દેશીને જ ભગવાને એ પ્રમાણેના જવાબ દીધા છે.
ભગવાને જ્યારે એમ કહ્યું કે- તે ચક્રવર્તી નથી ’ એટલે પાછું કૃણિકે ભગવાનને પૂછ્યું કે- હું કેમ ચક્રવર્તી નથી ? મારી પાસે પણ ચક્રવર્તીના જેવી ચતુરંગી સેના છે.’
એ વખતે ભગવાને ખૂલાસા આપ્યા કે ચક્રવર્તીની પાસે તે ચાદિ ચૌદ રત્ના હોય છે. તારી પાસે તે નથી.. ચૌદ રત્નામાંથી એક પણ રત્ન જેની પાસે આછું હોય, તેને ચક્રવર્તી કહી શકાય નહિ.'
ભગવાન પાસેથી આ પ્રમાણે સાંભળીને પણ એણે કર્યું શું ? ચક્રવર્તી બનવાના ઉધમાત મચાવ્યેા અને એમાં જ એણે જીવ ખાયા. ચક્રવર્તીને ચૌદ રત્નોમાં સાત રત્ના એકેન્દ્રિય હોય છે અને સાત રત્ના પંચેન્દ્રિય હોય છે. કૂણિકે લેાઢા વિગેરેનાં સાત એકેન્દ્રિય રત્ના અનાવી લીધાં, પોતાની સ્ત્રી પદ્માવતીને સ્ત્રીરત્ન તરીકે કલ્પી લીધી અને અમુક હાથીને હસ્તિરત્ન, અમુક ઘેાડાને અશ્વરત્ન-એ પ્રમાણે કલ્પીને, પેતાની પાસે ચક્રવર્તીને છાજતાં ચૌદેય રત્ના છે, એમ માની લીધું. આ પ્રમાણે રત્નાની કલ્પના કરીને તે બેસી રહ્યો નહિ, પણ ચક્રવર્તીની જેમ તે છ ખંડને સાધવાને માટે પણ નીકળ્યે એમાં એ વૈતાઢ્યગિરિની તમિસ્રા ગુફાની પાસે ગયા અને તે ગુફાના પ્રહત દ્વારની વાલાથી ભસ્મ થતાં તેનું મૃત્યું થયું. ત્યાં મૃત્યુને પામીને તે છઠ્ઠી નરકે ગયા.
આવા જીવને ભગવાનના યાગ ફળે શી રીતિએ ? ભગવાન મળ્યા ત્યારે એને પેાતાના આત્મ વિષે કાંઈ