________________
૧૩૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પિતાએ એ રીતિએ તને વેદનાથી બચાવીને તારી આંગળીના ઘાને રૂઝવ્યું હતું. જે પિતાએ તેને આવી રીતિએ મહામુશ્કેલી એ લાલન-પાલન કરી શકાય એવા લાલન-પાલનથી ઉછેર્યો, તે પિતાના મેટા ઉપકારના બદલામાં તે તારા પિતાને કારાગૃહમાં પૂર્યા છે!”
કૃણિક તો પિતાના પિતાના પિતા ઉપરના ઉપકારની. વાતને સાંભળીને, વ્યગ્ર બની ગયો. તે પિતાના દુષ્કૃત્યથી કંપી ઉડ્યો, પણ પોતાના મનમાં રહી ગયેલી એક ગેરસમજને દૂર કરવાને માટે, તેણે ચેલણાદેવીને પૂછયું કે-“તો પછી પિતાજી હલ્લ–વિહલ્લને ખાંડના લાડવા એકલતા અને મને ગળના લાડવા એકલતા, તેનું કારણ શું?”
ચેલ્લાદેવી, એ વાતનો પણ ખૂલાસો કરતાં કહે છે કેગળના લાડવા તો હું જ તને મેકલતી હતી, કારણ કે–તું તારા પિતાને દ્વેષી છે–એમ મેં માનેલું હોવાથી તું મને અણગમતો જ હતો.” પતિભક્તિ વિના આવું બોલાય નહિ?
ચલ્લણદેવીએ સર્વ હકીક્ત કેવી સુન્દર, સ્પષ્ટ અને સીધી ગળે ઉતરે જાય એવી રીતિએ રજૂ કરી ? ચેલુણાદેવીના કથનમાં જેમ પ્રવીણતા છે, તેમ પતિભક્તિ પણ ભારેભાર ભરેલી છે. જે કાંઈ દોષ રૂપ તને લાગ્યું છે તે મારું કરેલું છે અને તારા પિતાએ તે તારું સઘળું ય સારું જ કરેલું છે, એમ ચેલણદેવીએ કહ્યું ને? તારું ખરાબ કરવાને માટે હું બધું કરી ચૂકી છું અને તારા પિતાએ તો તારું એકાન્ત ભલું જ કર્યું છે, એવી વાત કરીને? હૈયાની પતિભક્તિ વિના,