________________
૧૨૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
પ્રત્યે વૈરભાવ હાય તેનું ભૂંડું કેમ કરવું–એવા પ્રકારની ભાવનાઓમાં જ રમતું હાય છે. ચેલણાદેવીની પતિભક્તિ :
મહારાજા શ્રી શ્રેણિકના અશુભેાદય પણ એવા છે કેકૃણિકને કાઈ કાંઈ કહી શકતું નથી. એ તા ચેલ્લણાદેવી પરમ પતિભક્તા હતી અને કૃણિક માતા પ્રત્યે એટલે દાક્ષિણ્યવાળા હતા કે શ્રી શ્રેણિકની પાસે બીજા કાઈને પણ નહિ જવા દેનાર કૃણિક ચલ્લણાદેવીને શ્રી શ્રેણિકની પાસે જવા દેતા હતા, એટલે ચેલણાદેવી માયાથી કાંઈક ખાન-પાન આપી આવીને, શ્રી શ્રેણિકના જીવનને ટકાવતી હતી; ખાકી, ખાવા-પીવાનું કાંઈ મળે નહિ અને રાજ સવાર-સાંજ સેા સે ચાલુકાના માર પડે, એવા સંયાગામાં ગમે તેવા માણસ પણ કેટલાક વખતને માટે જીવી શકે ?
ણિકતા પુત્રમાહ :
આ પ્રમાણે દિવસે વહી જતા હતા, તેમાં એક વાર એવા પ્રસંગ બની જવા પામ્યા, કે જેને લઈને કૃકિના ભ્રમ તા ભાંગી ગયા, પણ શ્રી શ્રણિક પ્રત્યેના તેના વૈરભાવ પણ નષ્ટ થઈ જવા પામ્યા. એ પ્રસંગ એવા પ્રકારના હતા કે–
કૂણિકને પોતાની પદ્માવતી નામની રાણીથી એક પુત્ર થયા. કૃણિક, એ પુત્ર જ્યારથી જન્મ્યા ત્યારથી જ એને ખૂબ ખૂબ ચાહવા લાગ્યા. પુત્રપ્રસવ થયાની વધામણી આવી, એટલે વધામણી લાવનાર દાસ-દાસીઓને તેણે પુષ્કળ દાન દીધું અને પોતે અન્તઃપુરમાં જઇને પુત્રને હાથમાં લીધે અને એ દ્વારા પરમ આનન્દને તેણે અનુભવ્યેા. એ પુત્ર જરા