________________
E
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૨૩
વેરભાવ સામે સાવધ રહેવાની જરૂર
આ ઉપરથી, એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કેકેઈની ય સાથે વેરભાવ થઈ જવા પામે અથવા તે કેઈને યા આપણા પ્રત્યે વૈરભાવ થઈ જવા પામે, એવા સંગોથી સદાને માટે બચતા રહેવાને પ્રયત્ન કરે. વિષયસુખમાં પડેલાઓને અને કષાયથી ધમધમતા આત્માઓને, એવા પ્રસંગો ઘણા આવવાનો સંભવ છે, બાકી તે, કઈ કઈ વાર ભવિતવ્યતા ય એવી હોય છે કે આપણે આશય તદ્દન સારે હેય, તે છતાં પણ બની જાય એવું કે સામાને એમ લાગે કે આ મને હેરાન જ કરવાને મળે છે અને એથી એના અન્તરમાં આપણા પ્રત્યે વૈરભાવ પ્રગટે. આમ છતાં પણ, આપણને જે ખબર પડી જાય કે-આપણું કેઈ પણ પ્રકારની ભૂલ કરવાની બુદ્ધિ નહિ હોવા છતાં પણ, ગેરસમજ માત્રથી કે ભવિતવ્યતાવશ પણ આપણા પ્રત્યે અમુકને વૈરભાવ જાગ્યો છે, તે આપણે તેને ખમાવ્યા વિના રહેવું જ નહિ. એના હૈયામાંથી આપણું પ્રત્યેને વેરભાવને કાઢી નાખવાને શક્ય એટલે પ્રયત્ન અવશ્ય કરો. એટલે, આપણે તે કઈ પણ જીવ પ્રત્યે વૈરભાવ પ્રગટે નહિ અને કદાચ વેરભાવ આવી જાય તે પણ તે ટકી શકે નહિ, એની પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ. આપણે વૈરભાવ આપણને તે ખૂબ જ હાનિ કરે. જેના પ્રત્યે વેરભાવ હોય, તેને હાનિ તે તેને પાપોદય સહાયક બને ત્યારે પહોંચાડી શકાય, પરંતુ આપણે વૈરભાવ આપણને તે મહા પાપથી ભારે અવશ્ય બનાવી દે, કારણ કે-એ વિરભાવના વેગે આપણું અન્તઃકરણ, આપણને જેના