________________
ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૧૨૧
આ પ્રમાણે પહેલાં તે
થયેલા છે. આપણે રાજ્યને ગ્રહણ કરી લઈ એ અને તે પછીથી આપણે આ રાજ્યને અગીયાર ભાગે વહેંચી લઇને ભાગવીશું. આપણે રાજ્યને ગ્રહણ કરી લીધા બાદ, આપણા પિતા મઁદ્ઘિખાને પડ્યા પડ્યા ભલે ને સેંકડો વર્ષ જીવે. આપણને તેમાં કશી જ હરકત જેવું નથી.’ કૃણિકે આ વાત કહી અને તેના ભાઈએ તેમાં સંમત થઈ ગયા. એ બધાએ મળીને, એકાએક મહારાજા શ્રી શ્રેણિક ઉપર હુમલા કર્યો, તેમને આંધી લીધા અને અંદિખાને નાખી દીધા. એટલું જ નહિ, પણ કૃણિક તા મહારાજા શ્રી શ્રેણિકના એવા વૈરી બની ગયા હતા કે તેમને કાંઈ ખાનપાન તા આપતા જ નહિ અને રાજ સવાર–સાંજ સા સા ચાબુકો મારતા. સંસારમાં શું સંભવિત નથી ?
ક્રોધ અને લેાભનું જોર, માણસને કેટલા બધા વિવેકભ્રષ્ટ કરી મૂકે છે ? એના હૈયાને એ કેટલું બધું ક્રૂર ખનાવી દે છે? પાતે પુત્ર છે અને આ પિતા છે એ વાતને પણ એ ભૂલી જાય છે. સંસારમાં શું સંભવિત નથી ? માણસના અશુભાદૃય જ્યારે જોરદાર બને છે, ત્યારે સગી પત્ની, સગા પુત્ર, સગે ભાઈ કે સગા પિતા પણ ભયંકરમાં ભયંકર કાટિના દુશ્મનની ગરજ સારનાર અને, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. આ સંસારમાં આ અને આથી પણ વધારે ભયંકર ઘટનાઓ સંભવિત છે, પરન્તુ પુણ્યાદયના ચેાગે મળેલી અનુકૂળતાઓમાં મુંઝાઈ ગયેલાઓ, મધુબિન્દુ જેવાં સંસારનાં સુખાના સ્વરૂપને પિછાની શકતા નથી અને એથી જ તે એ સુખાની પાછળ ઘેલા થઈને કરે છે.