________________
૧૨૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન કે–પિતાજી સારી સારી ચીજે મારા ભાઈઓ હલને અને વિહલને આપે છે, જ્યારે મને તે સામાન્ય ચીજો જ આપે છે.” આ દઢ બ્રમહૈયામાં જામેલો જ હતું અને એમાં જાણવામાં આવ્યું કે-“હાથી અને હાર હલ્લ–વિહલ્લને અપાઈ ગયા” એટલે એના અન્તરમાં ક્રોધને મહાગ્નિ ભભૂકી ઉઠ્યો. તેને લેભ પણ જેર કરવા માંડ્યો. એથી, પિતાજી કેઈને પણ રાજય આપી દે, તે પહેલાં તેણે પિતાજીની પાસેથી બલાત્કારે રાજ્યને પડાવી લેવાનો નિર્ણય કર્યો. પિતાને કેદખાને નાખીને રાજ્ય પડાવી લીધું
કૃણિકે પિતાના નિર્ણયને અમલ કરવાને માટે, પિતાના કાળ વિગેરે નામના દશ ભાઈઓને ભેગા કર્યા. તેમને કૃણિકે સમજાવ્યા કે આપણા પિતાજી વૃદ્ધ થયા છે, તે પણ હજુ રાજ્યથી તૃપ્તિને પામતા નથી. રાજ્યનું રક્ષણ કરવાને માટે પુત્ર જ્યારે શક્તિમાન થાય છે, ત્યારે રાજાએ પોતાના પુત્રને રાજ્યગાદી સેંપી દે છે અને પિતે વ્રતને સ્વીકાર કરે છે. ધન્ય છે આપણું મેટા ભાઈ અભયકુમારને, કે જેમણે પિતે યુવાન હોવા છતાં પણ રાજ્યલક્ષ્મીને તજી દીધી પરંતુ આપણું પિતા તો એવા વિષયાન્હ છે કે–આટલી મોટી ઉંમરના થવા છતાં પણ, રાજ્યને ભેગવટ કરતાં કાંઈ વિચાર જ કરતા નથી. આથી, મારે વિચાર એ છે કે આપણે બધા મળીને પિતાને બન્ધનમાં નાખી દઈએ અને આપણે અત્યારે રાજ્યને ભેગવવાને સમય છે, માટે આપણે રાજ્યને ગ્રહણ કરીએ. આપણે આવું કરીએ, તે તેમાં આપણને અપવાદ લાગવા જેવું કાંઈ છે જ નહિ, કારણ કેપિતા વિવેકવિકળ