________________
----------
૧૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વિચાર કરનારા કેટલા છે? તમારાં સંતાને જે ભાવભયથી ભયભીત બનીને સંસારને તજવાને તૈયાર થાય, તે તમે બધા એમાં રાજી તો ખરા ને? પુત્રની ને માતાની દીક્ષા:
મહારાજા શ્રી શ્રેણિકની આજ્ઞા મળતાં, શ્રી અભયકુમારે, ભગવાનની પાસે ભાગવતી દીક્ષાને ગ્રહણ કરી. શ્રી અભયકુમારની પાછળ, શ્રી અભયકુમારની માતા શ્રીમતી નન્દાએ પણ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. શ્રી અભયકુમારે અને શ્રીમતી નન્દાએ, ભાગવતી દીક્ષાને ગ્રહણ કરતી વેળાએ, શ્રી હલને અને શ્રી વિહલને બે દિવ્ય કુંડલે અને બે દિવ્ય વસ્ત્રો આપ્યાં, કે જે તેમને અગાઉ મહારાજા શ્રી શ્રેણિકે આપેલાં હતાં. આગળના પ્રસંગમાં, આ દિવ્ય કુંડલજોડીને અને દિવ્ય વસ્ત્રયુગ્મને સંબંધ આવવાનો છે. ઈર્ષ્યાના રૌદ્ર પરિણામનું ત્યાં દર્શન થવાનું છે. પરીક્ષા કરીને ગાદી ઍપાતી: - શ્રી અભયકુમારે દીક્ષા લીધી, એટલે મહારાજા શ્રી શ્રેણિકને વિચાર થઈ પડ્યો કે હવે આ રાજ્ય કોને સેંપવું? શ્રી અભયકુમાર જ્યાં સુધી હતા, ત્યાં સુધી તે આ વિચારને અવકાશ જ હતો નહિ, કારણ કે-રાજા થવાને એ સર્વ રીતિએ એગ્ય હતા; પણ હવે પિતાના પુત્રોમાંથી કયા પુત્રને રાજ્ય આપવું, એની ચિન્તા શ્રી શ્રેણિક મહારાજાને થઈ. અગાઉના રાજાઓ, પિતાના પુત્રમાં પણ જે જણાય, તેને જ રાજગાદી સુપ્રત કરતા હતા. મહારાજા શ્રી શ્રેણિકના પિતાએ પણ અનેકવિધ પરીક્ષાઓ કરીને, શ્રી શ્રેણિકને રાજ્ય આપવું