________________
ખીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
માહુના જોર સામે ધર્મરાગનું જોર ફાવ્યું :
મહારાજા શ્રી શ્રેણિકે જ્યારે જોયું કે–શ્રી અભયકુમાર રાજ્યને સ્વીકારવાને માટે કાઈ પણ રીતિએ રાજી થાય તેમ નથી, ત્યારે તેમણે પણ પાતાની ઈચ્છાને ગૌણ બનાવી દઇને, શ્રી અભયકુમારની સાધુજીવનને જીવવાની ઇચ્છાને પ્રધાન અનાવી દીધી. મહારાજા શ્રી શ્રેણિકે, શ્રી અભયકુમારને દીક્ષા ગ્રહણ કરવાની રજા આનન્દપૂર્વક આપી. મહારાજા શ્રી શ્રેણિકને શ્રી અભયકુમાર પ્રત્યે જેવા તેવા રાગ નહિ હતા. શ્રી અભયકુમારે મહારાજા શ્રી શ્રેણિકનાં અંગત તેમ જ રાજ્ય સમધી કેટલાંક કાર્યો તેા એવાં કરી આપ્યાં હતાં કે—બીજો કાઇ જ એમનાં એ કાર્યોને કરી આપી શકે નહિ; અને જો એ કાર્યો થાય નહિ, તેા એથી મહારાજા શ્રી શ્રેણિકના મનાદુઃખાદિના પાર પણ રહે નહિ, એવાં એ કાર્યાં હતાં. શ્રી અભયકુમાર જેમ અજબ પિતૃભક્ત હતા, તેમ બુદ્ધિશાલિએમાં પણ અજોડ હતા. આવા પુત્રને દીક્ષા લેવાની આજ્ઞા આનન્દ પૂર્વક આપવી, એ શું રમત વાત છે? મેાહના જોર સામે ધર્મરાગનું જોર જ્યારે ફાવે, ત્યારે જ આ બને ને ? મહારાજા શ્રી શ્રેણિકે પોતાનું પિતા તરીકેનું કર્તવ્ય પાળવામાં કચાશ નથી રાખી. શ્રી અભયકુમારના ઉભય લાકના હિતની ચિન્તા તેમણે કરી છે. જો તે સંસારમાં રહે, તે તેમને રાજ્ય આપવાની ઈચ્છા હતી અને જો તેમને સંસારમાં ન જ રહેવું હોય તે, તેમને દીક્ષા પણ હર્ષથી જ અપાવવી હતી. પિતા અનેલાએએ, આ વાત ધ્યાનમાં લેવા જેવી છે ને ? તમારામાંના ઘણા પિતા તેા છે જ, પણ પિતા તરીકેના પેાતાના કર્તવ્યને
८
૧૧૭