________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૧૫
ભગવાન રાજ્યને લેવાનું કહે કે રાજ્યને પણ છોડવાનું કહે ? મહારાજા શ્રી ભરત જેવા પણ સમજે કે-“ મતોથGY” એટલે કે રાજ્ય સંસાર રૂપી વૃક્ષનું બીજ છે અને ભગવાન એવા રાજ્યને લેવાનું કહે, એ બને? ભગવાનની વાત તો દૂર રહી, પણ સાધુ ય રાજ્યને ગ્રહણ કરવાનું કહે નહિ. સંસારની કોઈ પણ ક્રિયામાં સાધુની અનુમતિ હોય જ નહિ. સંસારની કિયામાં જે કઈ પણ સાધુ ભૂલથી પણ અનુમતિ આપી દે, તે તે સાધુ પાપથી લેપાય.
તે પછી, શ્રી અભયકુમાર જેવા સમજુ અને શ્રદ્ધાળુએ, ભગવાનને પૂછીને જ “પિતાની આજ્ઞા ખાતર પણ રાજ્ય લેવું કે નહિ?—એને નિર્ણય કરવાને વિચાર રાખે, તેનું કારણ શું?
એ કારણને જાણવાને માટે, શ્રી અભયકુમારે ભગવાનને શું પૂછયું છે, એ જ ખાસ જાણવા જેવું છે. પ્રશ્ન ડહાપણભર્યો કહેવાય, ભગવાન ઉત્તર દીધા વિના રહે અને શ્રી અભયકુમારને પિતાને હેતુ પણ સરે, એવી રીતિએ શ્રી અભયકુમારે ભગવાનને પૂછયું છે.
શ્રી અભયકુમારે ભગવાનને એ જ માત્ર પૂછ્યું છે કે–બહે ભગવદ્ ! આપના શાસનમાં અતિમ રાજર્ષિ કેણ થશે ?”
એના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે રાજા ઉદાયન.”
શ્રી અભયકુમારે એ પણ જાણી લીધું કે–અત્યારે રાજા ઉદાયન દીક્ષિત થઈ ચૂકેલા છે. પિતાને નિર્ણય કરવાને માટે, શ્રી અભયકુમારને પણ આટલું જ જાણવું હતું. દીક્ષા લેવાને માટેની આજ્ઞાની માગણી
ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસેથી આવીને,