________________
-
1
: :
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૧૩ શ્રાવકને સર્વ ભાવનાઓમાં પ્રધાન ભાવના સાધુજીવનને
પામવાની હેવી જોઈએ : શ્રી અભયકુમારની આ મનોવૃત્તિ સમજાય છે? સુશ્રાવકેની મને વૃત્તિ કેવા પ્રકારની હોય, તેનું શ્રી અભયકુમારના આ પ્રસંગમાં સુન્દર દર્શન છે. શ્રાવકની સૌથી પ્રબળ જે કોઈ પણ ભાવના હોય, તો તે સાધુજીવનને જીવવાની હોય! શ્રાવક માતા-પિતાની આજ્ઞાને અવગણના ન હોય; શ્રાવક જયાં સુધી શક્ય હોય ત્યાં સુધી માતા-પિતાની આજ્ઞાને અમલ કરવાની જ વૃત્તિવાળો હોય; પિતાના પૌદ્ગલિક સુખને અનાદર કરીને પણ શ્રાવક માતા-પિતાની આજ્ઞાને આદર કરે. આવે પણ શ્રાવક, જ્યારે માતા-પિતાની અમુક આજ્ઞાને અમલ કરવાના કારણે, પિતાની સાધુજીવનને જીવવાની ભાવનાને બાધ પહોંચે તેમ છે એમ સમજી જાય, ત્યારે એ કરે શું? માતા-પિતાની આજ્ઞાનું પાલનને ગૌણ બનાવે કે સાધુજીવનને જીવવાની પોતાની ભાવનાને ગૌણ બનાવે ? એવા સમયે તે, જે શ્રાવક, માતા-પિતાની આજ્ઞાના પાલનને ગૌણ પદ આપીને પણ સાધુજીવનને જીવવાની પિતાની ભાવનાને પ્રધાન પદ આપે, તે જ શાણો શ્રાવક કહેવાય. પણ આજે તે, સાધુજીવનને જીવવાની ભાવનાનાં જ ફાંફાં છે ને ? આજે જેટલા શ્રાવકે ગણાય છે, આગેવાન શ્રાવકે ગણાય છે અથવા તે. ધર્મી તરીકેની જેઓની ખ્યાતિ છે, તેમાં પણ સાધુજીવનને પામવાની ભાવના અન્ય સર્વ ભાવનાઓ કરતાં પ્રબળ હોય, એ એમ ને એમ માની લેવાય એવું છે ખરું? અન્ય સર્વ ભાવનાઓથી પ્રબળ ભાવના સાધુજીવનને પામવાની હોય, એવા