________________
૧૧૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન રાજ્યને સ્વીકાર કર, કે જેથી હું ભગવાન શ્રી મહાવીર પરમાત્માની સેવાના સુખને રેજ આશ્રય કરી શકું!” ત્યારે શ્રી અભયકુમારે કહ્યું કે-આપ જે આજ્ઞા કરે છે તે ઘટિત છે, પરંતુ તેને માટે થોડીક રાહ જુઓ !”
શ્રી અભયકુમારે આવું એટલા માટે નથી કહ્યું કે–તક જોઈને રાજગાદીએ બેસવું! શ્રી અભયકુમાર પિતાની આજ્ઞાના ભંગથી પણ ડરનારા હતા અને સંસારથી પણ ડરનારા હતા. પિતાની આજ્ઞાનો ભંગ કરે પડે નહિ અને પોતાના સંસારને છેદવાની પિતાની ભાવના સફળ નિવડે, એવી શ્રી અભયકુમારની ઈચ્છા હતી. આટલા માટે જ, તેમણે પિતાના પિતાને થોડીક રાહ જોવાની વિનંતિ કરી હતી. પોતાના સંસારને છેદવાની પિતાની જે ભાવના, તેને જે રાજ્યને સ્વીકાર કરવાથી બાધ પહોંચે તેમ હોય, એટલે કે-આ જીવનમાં તેમને સાધુપણને સ્વીકારીને મોક્ષમાર્ગની એકાન્ત આરાધના કરવાની જે ભાવના હતી, તે ભાવના જે રાજા બનવાના કારણે સફળ નિવડે તેમ ન હોય, તો તેમને રાજા થવું જ નહોતું! પિતાની આજ્ઞા ખાતય રાજા થઈને તેમને પોતાની સાધુજીવનને જીવવાની ભાવનાને જતી કરવી નહતી! જે પિતાની આજ્ઞા પણ પળાય અને સાધુજીવનને જીવવાની પિતાની ભાવના પણ ફળે, એ બન્ને શક્ય હોય તે પિતાની આજ્ઞાના પાલન ખાતર તેમને રાજા બનવામાં વાંધો નહિ હતું, પણ પિતાની આજ્ઞાને પાળતાં જે પિતાની સાધુજીવનને જીવવાની ભાવના નિષ્ફળ નિવડે તેમ હેય, તે એ માટે શ્રી અભયકુમાર હરગીજ તૈયાર નહિ હતા. શ્રી અભયકુમારે શ્રી શ્રેણિકને જે રાહ જોવાનું કહ્યું, તે એ કારણથી જ કહ્યું.