________________
૧૧૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ગુરૂ-ધર્મની નિન્દાને ઉપેક્ષાભાવે સહે, તેને ધર્મી કહેવાય નહિ. લેકની સાન ઠેકાણે આવી?
શ્રી અભયકુમારે બીજે દિવસે રાજ્યના ભંડારમાંથી ત્રણ કરોડ જેટલાં રત્નને કઢાવીને, એ રત્નોને જાહેર માર્ગ ઉપર, ઢગલે કરાવ્યું. પછી પડહ વગડાવીને શ્રી અભયકુમારે આખી ય નગરીમાં એવી ઉદ્ઘાષણ કરાવી કે-“અભયકુમાર ત્રણ કરેડ રત્નો આપી દેવાને ઈચછે છે, તો જેમને એ રને જોઈતાં હોય તે આવે !”
આવી ઉદ્દષણને સાંભળીને, ઘણું મેટી સંખ્યામાં લેકે ત્યાં એકત્રિત થઈ ગયા. એ એકત્રિત થયેલા સર્વ લોકોને ઉદ્દેશીને, શ્રી અભયકુમારે કહ્યું કે-“જે કઈ પુરૂષ સચિત્ત. જળ, અગ્નિ અને સ્ત્રી–એ ત્રણને સર્વથા ત્યાગ કરે, તેને આ રત્નને ઢગલો હું અર્પણ કરું છું.”
એટલે લોકેએ કહ્યું કે–આવું લોકેત્તર કાર્ય કરવાને કેણ સમર્થ છે?”
તે વખતે શ્રી અભયકુમારે કહ્યું કે-“તમારામને કઈ જે સચિત્ત જળ, અગ્નિ અને સ્ત્રી-એ ત્રણને સર્વથા ત્યાગ કરવાને માટે સમર્થ ન હોય, તે પછી આ રત્નરાશિ તે કઠિયારા મુનિને હે, કે જેમણે સચિત્ત જળ, અગ્નિ અને સ્ત્રીએ ત્રણેયને સર્વથા ત્યાગ જીવન પર્યન્તને માટે કર્યો છે !'
એ વખતે, જે લોકે કઠિયારા મુનિની મશ્કરી અને નિન્દા કરતા હતા, તે લકે બેલી ઉચા કે-“અરે, એ શું આવા ત્યાગી અને દાનપાત્ર સાધુ બન્યા છે ? અમે નાહક તેમને ઉપહાસ કર્યો !”