________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૦૯
રાજગૃહી નગરીમાં કઠિયારા મુનિની સાથે જ રેકાઈ ગયા. જે પ્રસંગ હોય તે ઉપાય અજમાવાય :
શ્રી અભયકુમાર રાજદંડના બળે જ મુનિનિન્દાનું નિવાકરણ કરવાને ઈચ્છતા નહતા. લોકના હૃદયમાં મુનિ પણ પ્રત્યે સદ્ભાવને પેદા કરીને, મુનિજનની નિન્દાનું નિવારણ કરવાને તેઓ ઈરછતા હતા. એમાં, શાસનની સેવાને હેતુ પણ સરે અને લેકને ઉન્માર્ગથી વાળીને સન્માર્ગમાં સ્થાપિત કરવાને હેતુ પણ સરે. એમને બે ય કર્તવ્ય અદા કરવાં હતાં. મુનિજનની નિન્દાના નિવારણનું અને લોકને કલ્યાણમાર્ગે વાળવાનું. આથી, શ્રી અભયકુમારે એવા જ પરિણામને લાવે–એ ઉપાય અજમાવ્યો. શ્રી અભયકુમારે જે ઉપાય અજમા, તે ઉપાયથી જે મુનિજનની નિન્દાનું નિવારણ થવા પામ્યું ન હતું, તે એ રાજદંડને ઉપગ નહિ જ કરત એમ નહિ. એમ તે શ્રી વસ્તુપાલે વિરધવલ રાજાના મામાની આંગળી કપાવી મંગાવી હતી ને? રાજા વીરધવલના મામાએ જે આંગળી ચીંધીને મુનિવરનું અપમાન કર્યું હતું, તે જ આંગળીને શ્રી વસ્તુપાલે કપાવી મંગાવી હતી અને એ દ્વારા એવી ધાક બેસાડી દીધી હતી કે-એ નગરમાં, એ રાજ્યમાં 'કઈ પણ માણસ, નાના કે મેટા કેઈ પણ મુનિનું અપમાન કરી શકે નહિ. એ માટે તે, શ્રી વસ્તુપાલ ખૂદ રાજાની સાથે પણ યુદ્ધમાં ઉતરવાને તૈયાર થઈ ગયા હતા. એટલે જે પ્રસંગ હોય તે ઉપાય અજમાવાય, પણ ધમ જને જ્યાં સુધી પિતાનાથી શક્ય હેય, ત્યાં સુધી મુનિજનેની નિન્દાનું નિવારણ કર્યા વિના રહે જ નહિ. છતી શક્તિએ જે દેવ