________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૧૦૭
મશ્કરી તથા નિન્દા કરવા માંડી, એની એ કઠિયારા મુનિના હૈયા ઉપર ભારે અસર થઈ. પેાતાની આવી અવજ્ઞા તેમનાથી સહન થઈ શકી નહિ.
બધા ય શ્રી માષષ મુનિવરના જેવા સહનશીલ મનીને સમતારસમાં ઝીલ્યા કરે, એવા કયાંથી હાય ? એવી અવજ્ઞાને સહન કરી લેનારા મુનિવરના ગુણ ગવાય, તેમને દૃષ્ટાન્તભૂત અનાવાય, પણ મુનિને એવી અવજ્ઞાને સહન કરી લેવાની ફરજ પાડી શકાય નહિ.
ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજી જેવાએ પણ એવી અવજ્ઞાને સહન કરી લેવાની ફરજ પાડી નથી. પેાતાની અવજ્ઞાને નહિ સહી શકાવાથી, એ કઠિયારા મુનિએ, ગણધરભગવાન શ્રી સુધર્માંસ્વામીજીને, રાજગૃહીથી અન્યત્ર વિહાર કરી જવાની જ્યારે વિનંતિ કરી, ત્યારે તેમણે એ મુનિને એમ નથી કહ્યું કે–સાધુ થઈને આટલું પણ સહન ન થાય, તે કાંઈ ચાલે ? તમે સાધુ છે, માટે સહન કરી !’
ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ તેા, ત્યાંથી વિહાર કરી જવાના વિચાર કરીને, પેાતાના એ વિચાર શ્રી અભયકુમારને જણાવ્યેા છે.
આમ તે સાધુએ વિહાર કરે, એમાં નવાઈ જેવું કાંઈ છે જ નહિ; પરન્તુ જ્યારે અચાનક વિહારના વિચાર થાય, ત્યારે એની પાછળ કેાઈ કારણ વિશેષ તા હોય ને ? શ્રી અભયકુમાર તે મહા બુદ્ધિશાલી હતા. શ્રી સુધર્માંસ્વામીજીએ જેવા વિહારના વિચાર જણાવ્યો, કે તરત જ એ સમજી ગયા કે કોઈ ખાસ કારણ છે.
આથી, શ્રી અભયકુમારે શ્રી સુધર્માંસ્વામીજીને વિદ્યા