________________
૧૦૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
રનું કારણ પૂછ્યું અને તેઓશ્રીએ પણ વિહાર કરવાના વિચારનું જે કારણ હતું, તે જ કારણ શ્રી અભયકુમારને કહી સંભળાવ્યું. એક દિવસ વિદ્વારને રડવાની વિનંતિ :
આવું કારણ જાણ્યા પછી, શ્રી અભયકુમાર જેવા ધર્મોસક્ત આત્માને ચેન પડે? પેાતાના નગરમાં જ મુનિજનની આવી અવજ્ઞા થાય, તે કાઈ પણ ધર્મી જનથી ખમાય ખરી? ધર્મશીલ આત્માને મુનિજનની અવજ્ઞાનું નિવારણ કરવાનું મન થયા વિના રહે જ નહિ. મુનિજનની અવજ્ઞામાં, શાસનની અવજ્ઞા પણ રહેલી છે. લેાકા જો આ રીતિએ મુનિજનેાની અવજ્ઞા કરે, તે આ ક્ષેત્રમાં મુનિજનાને વિહાર દુર્લભ ખની જાય ને ? અનેક આત્માએ શાસનને પામતાં અને આરાધતાં અટકી જાય ને ? લેાકનિન્દાની પરવા કર્યા વિના, ધર્મની આરાધના કરવામાં ચેાજાવું અને ધર્મની આરાધના કરવામાં મક્કમ રહેવું, એ કાંઈ બધા આત્માઓને માટે શકય છે? એટલે ખીજાઓને માટે, ધર્મની આરાધનાને તા, જેમ અને તેમ નિવિઘ્ન બનાવવાનો, ધર્માં જનાએ પ્રયત્ન કરવા જોઇએ.
શ્રી અભયકુમારના હૈયે આ વાત હતી જ, પણ એ એવા હતા કે કહેવા કરતાં કરી દેવું સારૂં. આથી, તેમણે તે વખતે શ્રી સુધર્માંસ્વામીજીને કાંઈ જ નહિ કહેતાં, તેમની પાસે ત માત્ર એક જ દિવસની માગણી કરી. શ્રી અભયકુમારે કહ્યું કે ‘આપ હવે માત્ર એક દિવસ રોકાઇ જવાની કૃપા કરો અને પછીથી આપને વિહાર કરવા હાય તેા કરજો.
2
શ્રી સુધર્માસ્વામીજીએ પણ શ્રી અભયકુમારની એ વિનંતિના સ્વીકાર કર્યો અને શ્રી અભયકુમારે કહ્યા મુજબ તે