________________
૧૦૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વવાથી પણ એ જે સમજે અને મેક્ષની ઈચ્છાથી સાધુપણાની ઈચ્છાવાળ બને તે ઠીક; બાકી તો, એવાને અમે સાધુપણું આપીએ નહિ. એવાને ય કઈ અતિશયજ્ઞાની ભવિષ્યના તેના હિતને જોઈને દીક્ષા આપે તો તે જુદી વાત છે, પરન્તુ વિધિમાર્ગ તે એ જ છે કે–એવાને દિક્ષા અપાય નહિ. નિદા કરવાની ટેવ
હકીક્ત આ પ્રકારની હોવા છતાં પણ, તમને વાતને મુદ્દો સમજાઈ જાય-એ પૂરતી આ વાત કરી કે કદાચ ખાવા –પીવાનું અને પહેરવા-ઓઢવાનું સારું મળે અને સુખે મળે -એવા જ આશયથી કેઈએ દીક્ષા લઈ લીધી, તે પણ એણે જગતની દષ્ટિએ કર્યો મેટ ગૂન્હ કરી નાખે? એવા આશયથી પણ દીક્ષા લેવાને માટે તૈયાર થાય એવા કેટલા છે, એ તે કહે ! એવા જ આશયથી દીક્ષા લેનારા નીકળે, તે એથી પવિત્ર અને ત્યાગી એવી સાધુસંસ્થાના ગૌરવને હાનિ પહોચે–એ વિગેરે વાત જુદી છે, પણ સાધુસંસ્થાના ગૌરવની ચિન્તા જેટલી તમને છે, તેટલી પણ સાધુઓને નથી, એમ માની બેઠા છે ? આજે તે, માટે ભાગે તન ખોટા આરે ઉભા કરીને, સાધુઓની અને દીક્ષાના માર્ગની લનિન્દા કરવાની, કેટલાકને કુટેવ પડી ગઈ છે. એવામાં જે અસદુ આગ્રહથી બદ્ધ ન હોય, તે નિરર્થક પાપમાં ડૂબતા બચી શકે એ પૂરતી જ આ વાત પ્રસંગે પાત જણાવી દીધી. ઠિયારા મુનિથી અવજ્ઞા સહાઈ નહિ?
પેલા કઠિયારા મુનિને, તેમની પૂર્વાવસ્થાને જાણનારા લેઓએ, સ્થાને સ્થાને તિરસ્કાર કરવા માંડે અને તેમની