________________
૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
આઢાય, એ માટે કેટકેટલી બદમાશીઓના આશ્રય લે છે? એ બધા સારા માણસા, જેમની નિન્દા કે મશ્કરી ન કરી શકાય એવા માણસા, જેમને તિરસ્કાર કરી શકાય નહિ એવા માણસા અને ખાવા-પીવાનું તથા પહેરવા—આઢવાનું સારૂં મળે–એ માટે જો કાઈ સાધુ થાય તા તે ખરાબ માણસ, જેની નિન્દા ને મશ્કરી કરવી પડે એવા માણસ, જેના તિરસ્કાર કરી શકાય એવા માણસ, એવું એ લેાકે માનતા હશે ? ખાવાપીવાનું અને પહેરવા ઓઢવાનું સારૂં મળે અને સુખે મળે—એ માટે જ કેાઈ સાધુ થયા એમ માનેા, પણ એણે જગતની દૃષ્ટિએ કરી કરીને પણ ખરાબ શું કરી નાખ્યું ? ચારી વિગેરેના માર્ગે નહિ જતાં, એ સાધુ થયા–એ જ એને મહાન અપરાધ ? ભાગ્યશાલિ! જરા વિચાર તા કરો કે
આ સંસારના સુખમાં લુબ્ધ બનેલાઓમાં અને ત્યાગમાર્ગ પ્રત્યે રાષ ધરનારાઓમાં, કેવી અવળી ગંગા વહી રહી છે ? મેાક્ષને માટે જ સાધુપણાના ઉપદેશ ઃ
બાકી, ખાવા–પીવાનું અને પહેરવા–આઢવાનું સુખે મળે અને સારૂં મળે, એ માટે સાધુ થવાનું છે જ નહિ. સાધુ તે મેાક્ષની જ સાધનાને માટે થવાનું છે. સંસારના સુખને સાધવાને માટે સાધુપણું ઉપદેશાચું ય નથી અને ઉપદેશાતું પણ નથી. સાધુ થવાને ઈંચ્છનારે, માત્ર સંસારના સુખનાં સાધનાને જ છેડવાનાં છે—એમ નથી, પરન્તુ સંસારના સુખની આશાને–સંસારના સુખની અભિલાષાને પણ છેડવાની છે. આ લેાકના પૌદ્ગલિક સુખની ઈચ્છાથી કરાતી કોઈ પણ ધર્મક્રિયાને વિષાનુષ્ઠાન ‘અને પલેાકના પૌદ્ગલિક સુખની ઈચ્છાથી