________________
૧૧૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પિતાના પિતા શ્રી શ્રેણિક મહારાજાને શ્રી અભયકુમારે કહ્યું કે-“હે પિતાજી! આપ ફરમાવે છે તેમ જે હું રાજા થઈશ, તે પછી મારાથી મુનિ થવાશે નહિ? કારણ કે–શ્રી ઉદાયન રાજા એ અતિમ રાજષિ છે એમ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું છે. આપ વિચાર કરે કે હું જે શ્રી મહાવીર પરમાત્મા જેવા સ્વામીને પામીને અને આપના જેવાના પુત્રપણાને પામીને પણ, મારા ભાવ રૂ૫ દુઃખને છેદ કરી શકું નહિ, તો પછી મારા જેવો અધમ બીજે કયે પુરૂષ ગણાય?”
વળી શ્રી અભયકુમારે કહ્યું કે-“પિતાજી! હું નામથી તે અભય છું, પરંતુ ભાવ રૂપ ભયથી તો હું સભય જ છું; માટે આપ જે આજ્ઞા આપે, તો હું ત્રણેય ભુવનના જીવને અભયનું દાન કરનારા એવા ભગવાન શ્રી વીર પ્રભુને આશ્રય કરું ! રાજ્ય તે અભિમાન રૂપ સુખના હેતુભૂત છે. મારે એવું રાજ્ય જોઈતું નથી, કારણ કે–સંતોષ એ જ શ્રેષ્ઠ સુખ છે, એમ મહષિઓનું કહેવું છે.'
શ્રી અભયકુમારના અન્તઃકરણમાં સાધુજીવનને જીવવાની ભાવના કેટલી બધી પ્રબળ હતી, એને ખ્યાલ આવ્યો ને? એટલે એમણે પિતાની ઈચ્છા કેવી સુન્દર રીતિએ વ્યક્ત કરી ? પિતાની આજ્ઞાને અનાદર કરવા જેવું પણ થાય નહિ અને પિતાની ભાવના પણ બર આવે, એવા પ્રકારે વાત મૂકી છે ને? એ રાજ્યને અભિમાન રૂપ સુખના હેતુભૂત માનતા હતા, એટલે કે–વિષય અને કષાય રૂપ સુખના હેતુભૂત માનતા હતા તેમ જ એવા સુખને ત્યાગ કરવામાં જ સાચું સુખ છે, એમ માનતા હતા. રાજ્યના સુખ સંબધી તેમની આ માન્યતા, તમને ગમી તે ખરી ?