________________
જો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૨૫
માટા થયા, એટલે અને પેાતાની કમ્મરે બેસાડીને રાજા કૃણિક ક્રવા લાગ્યા. એ ખાળ પુત્રની સાથે કૃણિક કાણું કાલું એલીને બાળક જેવી ચેષ્ટા કરવા લાગ્યા. એ પુત્રને તે ખાતાં–પીતાં અને સુતાં-બેસતાં પણ નીચે મૂકતા નહિ.
પુત્રમેાહનું આ નાટક કેટલું બધું વિચિત્ર છે ? પુત્ર પિતાને માટે કેવા ભયંકર અને દુઃખદાયક પણ બની શકે છે, એનું ઉદાહરણ કાંઈ કૃણિકને શેાધવાને જવું પડે તેમ હતું? ખૂદ પાતે જ એના ઉદાહરણ રૂપ હતા ને? આમ છતાં પણ, એ પોતાના પુત્ર ઉપર કેમ આટલા બધા માહિત થતા હશે? એને કદાચ એમ હશે કે–મારા પિતાએ મને મેાહથી મુગ્ધ બનાવ્યા નહિ, માટે મેં આવું કર્યું; એટલે મારા પુત્ર મારા પ્રત્યે એવું આચરનારા અને નહિ, એ માટે હું મારા પુત્રને માહથી મુગ્ધ બનાવી દઉં ! પણ ખરી વાત એ છે કે–મેાહને પરવશ બનેલાઓ, નથી તેા પોતાના વર્તન ઉપરથી શિખામણ લઈ શકતા કે નથી તેા પારકા વર્તન ઉપરથી શિખામણ લઇ શકતા. એ બીચારા તા સંયાગાનુસાર રાજી ને રાષી થયા કરે છે.
પુત્રપ્રેમની અતિરેકતામાં ગૌરવના અનુભવઃ
પુત્રમેાહમાં ગરકાવ બની ગયેલા રાજા કૃણિક, ધીરે ધીરે એમ માનતા થઈ ગયા કે મારા પુત્રપ્રેમ અજોડ છે. પિતા તા ઘણા છે, પરન્તુ પુત્ર ઉપર મારા જેવા પ્રેમ રાખના પિતા મળવા મુશ્કેલ છે.’ એના હૈયામાં રહેલી આ માન્યતાએ, એક વાર શબ્દદેહને પણ ધારણ કરી લીધા. એક વાર પોતાના પુત્રને ખેાળામાં લઇને ભાજન કરવાને માટે બેઠેલા રાજા