________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૦૩ અનેકવિધ સેવાઓ કરી હતી. આ શ્રી ભગવતીજી સૂત્રના પ્રણેતા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ દીક્ષિત કરેલા કઠિયારા મુનિના અપમાનનું નિવારણ કરીને, તેમના પ્રત્યે પણ લોકનાં હૈયામાં સન્માનને સુન્દર ભાવ શ્રી અભયકુમારે જ પિદા કર્યો હતો. બનાવ એવો બનેલો કે–ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીની પાસે, રાજગૃહી નામની મહારાજા શ્રી શ્રેણિકની રાજધાનીની નગરીમાં, એક કઠિયારાએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાને ગ્રહણ કરેલ એ મુનિ, ગૌચરી વિગેરેના કારણે જ્યારે જ્યારે નગરીમાં ફરતા હતા, ત્યારે ત્યારે એ નગરીના જે લોકે તેમની પૂર્વાવસ્થાને જાણતા હતા, તે લેકે તે મુનિને સ્થાને સ્થાને તિરસ્કાર કરવા લાગ્યા. રસ્તે ચાલતા તેમની એ લેકે મશ્કરી અને નિન્દા કરવા લાગ્યા. કેવી અવળી ગંગા વહી રહી છે?
એ કાળમાં અને એવા સ્થાનમાં પણ એવા ચ લોકે હતા. ગરીબ માણસને ત્યાગને અધિકાર જ નહિ ? આજે કેટલાક કહે છે કે-ખાવા-પીવાનું અને પહેરવા-ઓઢવાનું સારું મળે અને સુખે મળે, એ માટે સાધુ થાય છે ! અલ્યા, ખાવા-પીવાનું અને પહેરવા-ઓઢવાનું સારું મળે અને સુખે મળે, એ માટે ભયંકર કુકર્મોને કરનારા, હિંસાદિને આચરનારા, ગમે તેને વિશ્વાસઘાત કરનારા, ઉઠાઉગીરી કરનારા, અનીતિ–પ્રપંચાદિ કરનારા અને વિષયવિલાસનાં અથવા તે વ્યભિચારનાં ધામે ચલાવનારાઓ, આ દુનિયામાં કેટલાક છે? સામાન્ય રીતિના સુખી ગણાય એવા પણ માણસે, આજે, ભવિષ્યમાં સુખે સારું ખવાય-પીવાય અને પહેરાય