________________
· શ્રીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૧૫
કરાતી કોઈ પણ ધર્મક્રિયાને ગરાનુષ્ઠાન કહીને, એમ વિષ રૂપ અને અગર ગરલ રૂપ અને એવા પ્રકારે ધર્માનુષ્ઠાનને આચરવાના તા, આ શાસનમાં નિષેધ કરાએલા છે. શ્રાવકાને પુણ્યની જે અભિલાષા થાય, તે પણ પરંપરાએ મેાક્ષની ઈચ્છાવાળી જોઈ એ. સાધુએ તેા, પુણ્યની પણ ઈચ્છા કરવાની નહિ. એનું લક્ષ્ય તેા એક માત્ર નિર્જરા તરફ હાય. એટલે સાધુ થનારમાં ભવિવરાગના ભાવ તેજ જોઈ એ. એવાને અમે દીક્ષા આપીએ નહિઃ
અમારી પાસે કોઈ માણસ આવે અને એ જો એમ કહે કે ‘ ખાવા-પીવાનું તથા પહેરવા—આઢવાનું મને સારૂં મળે અને સુખે મળે, એ માટે મને દીક્ષા આપે!! ' તે અમે એને દીક્ષા આપીએ નહિ. અમે એને સમજાવવાને પ્રયત્ન કરીએ કે આટલા માટે સાધુ થવાનું હોય નહિ; સંયમનું કષ્ટ તું આટલા સુખ ખાતર વેઠવાને તૈયાર થયા છે, એને બદલે મેાક્ષના સુખને માટેજ સંયમને સેવવાને તૈયાર થા ને? મેાક્ષના સુખને ધ્યેય રૂપ બનાવીશ, તે। તને કાર પશુ સંચય કષ્ટ રૂપ નહિ લાગે અને ખાવા-પીવાનું તથા પહેરવા–આઢવાનું સુખે અને સારૂં મળે—એ માટે જો તું સાધુ થઈશ, તે તું કચારે ભાગી જઈશ અથવા તેા સાધુના વેષમાં રહીને પણ તું કયારે ભામટા બની જઈશ, તે કહી શકાય નહિ. વળી, સાધુને સદા ખાવા-પીવાનું અને પહેરવા–આઢવાનું સારૂં જ મળે ને સુખે જ મળે, એ તારા ભ્રમ છે. સાધુએ હૈયાથી સાધુપણામાં જ રહેવું હોય, તે એણે ઘણા ઘણા વિપરીત સંયેાગામાંથી પણ પસાર થવું પડે.’ આવું સમજા