________________
૧૦૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
શકયો નહિ. તમને આ વાતની ખબર છે ? ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જે સમયે સદેહે વિચરીને આ પૃથ્વીતલને પાવન કરી રહ્યા હતા, તે સમયની આ વાત છે. એ હાથીનું નામ સેચનક હતું. એ હાથીનું નામ સેચનક કેમ પડ્યું હતું, એ હાથીના જીવને શ્રી નદિષેણુના જીવની સાથે પૂર્વભવના કેવા સંબંધ હતા અને એ હાથી શ્રી શ્રેણિક મહારાજાની પાસે કેવા સંચાગામાં આબ્યા હતા એ વિગેરે વાત તા, આપણે અગાઉ ભગવાનના ‘અસ્મર’ એવા વિશેષણની વિચારણા વખતે વિચારી આવ્યા છીએ. શ્રી નર્દિષણ સાથેના પૂર્વભવના સ્નેહસંબંધને લઇને વિચારણા કરતાં, એ સેચનક હાથીને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું અને એથી એ શ્રી નંષિણને વશ થયા; બાકી તે મહારાજા શ્રી શ્રેણિકે એને કાબૂમાં લેવાને માટે ઘણા ઘણા પ્રયત્ના કર્યા હતા, પણ એ કાબૂમાં આવ્યા નહાતા. એ જ હાથી, હુલ્લ–વિહલ્લની પાસે કેવી રીતિએ આભ્યા અને એ હાથીની સહાયથી હલ્લ-વિહલ્લે રાજા કૃણિકના સત્યને કેવી રીતિએ ત્રાસ પમાડયો, એ વિગેરે વૃત્તાન્ત પણ આપણને અહીં અવસર પ્રાપ્ત થયા છે, તે આપણે જોઈ લઇએ. સેચનક હાથીના પહેલાંના પ્રસંગ જોયે છે, તેા હવે એનેા પછીના પ્રસંગ પણ જોઈ લેા ! કિયારા મુનિની અવજ્ઞા :
મહારાજા શ્રી શ્રેણિકને ઘણા પુત્રા હતા, પરન્તુ તેમાં શ્રી અભયકુમાર તેા પરમ બુદ્ધિનિધાન હતા. બુદ્ધિનિધાન એવા શ્રી અભયકુમારે, પેાતાના પિતાની અને રાજ્યની જેમ અનેકવિધ સેવાઓ કરી હતી, તેમ તેમણે શાસનની પણ