________________
-બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
તે કડવી ઝેર જેવી છે. તે એમાં ઝેરની ઉપમા આવી, પરતુ એ ઉપમાની સાથે સંબંધ કેટલો? કડવાશ પૂરતો ! દવા પણ કડવી અને ઝેર પણ કડવું, માટે જ એ ઉપમા ! બાકી ગુણદોષમાં તે મેટ ફરક! દવા માંદાને સાજો કરે અને ઝેર સાજાને પણ માંદે કરીને મારે ! અહીં હાથીની ઉપમા આવા પ્રકારની નથી, પણ આ સૂત્ર એક હાથી સમાન છે, સમુન્નત એવા જયકુંજર સમાન છે, એ પ્રમાણે કહેવાલ છે. એટલે હેજે પ્રશ્ન થાય કે–સમુન્નત જયકુંજરનાં અમુક અમુક અંગો છે, અમુક અમુક ઉપાંગે છે, તો એ બધું શું આ સૂત્રમાં છે? ટીકાકાર મહર્ષિ કહે છે કે-હા, એ બધું ય છે. એટલા માટે તે “સમુન્નતનયા –એમ જણાવીને, જયકુંજરમાં જે જે મહત્ત્વનું હોય છે, તે બધું આ પાંચમા અંગસૂત્રમાં કેવી કેવી રીતિએ ઘટે છે, એ દર્શાવ્યું છે. એ દર્શાવ્યા બાદ, ટીકાકાર મહર્ષિએ, કેવા પ્રકારે નાડિકા રૂપ ટીકા શરૂ કરાય છે, તે પણ કહ્યું છે. જયકુંજરથી પણ જ્ય અપાવવાની જખી શક્તિ આ
સૂત્રમાં છેઃ અહીં આપણે પહેલે વિચાર તો એ કરવાને છે કે-આ પંચમાંગ થી ભગવતીજી સૂત્રને સમુન્નત જયકુંજરની સાથે ઘટાવવાનું કારણ શું છે? આ સૂત્રની રચના જય પમાડનારી છે, શીધ્ર જ્ય પમાડનારી છે માટે! જેણે જય મેળવ હેય, તેણે આ સૂત્રને આત્મસાત્ બનાવી લેવું જોઈએ. આ સંસારમાં જય કેને નથી જોઈત? સંસારમાં સૌ જયના અથ છે, પણ જયનું સાધન હાથ લાગવું અને જયના સાધ