________________
૯૪
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને જે જ્ઞાનીપણાને મિથ્યાડંબર કરે છે, તે મિથ્યાડંબર આ કરતા નથી તેમ જ પિતામાં જ્ઞાનની ઓછપ હેવાથી અજાણતાં પણ મિથ્યા વચન, ઉસૂત્રવચન બેલવા દ્વારા પોતાનું કે પરનું હિત હણાઈ જવા પામે નહિ–તેની પણ આમણે તકેદારી રાખી છે. આવા ઉત્તમ ગુણસમ્પન્ન જીવને માટે, એમ કેમ કહેવાય કે-એ બીજાનું કહ્યું કહે છે, માટે એમના કથનની કિંમત શી? એવા ઉત્તમ ગુણસમ્પન્ન જીવને માટે, એવું તે તેઓ જ બેલે, કે જેઓ બહુ નાલાયક હોય. ચારી કરીને લેખક ને કવિ તરીકે પંકાવા મથનારા ય છેઃ
અહીં, ટીકાકાર મહર્ષિ, શ્રી ભગવતીજી સૂત્રનું વિવરણું કાંઈક વિશેષપણે કરવાને ઈરછે છે, પણ એ વિવરણમાં ટીકાકાર મહર્ષિ એ જ કહેવાને ઈચ્છે છે, કે જે શ્રી સર્વજ્ઞ ભગવાને અને શ્રી સર્વજ્ઞ ભગવાનનાં વચનને અનુસરીને મહાપુરૂષોએ કહેલું છે. આથી જ, તેઓએ એ વાત સ્પષ્ટપણે જણાવી છે કેઆ શ્રી ભગવતીજી સૂત્રની જે ટીકા અને જે ચૂર્ણ હાલ વિદ્યમાન છે, તેનું તેમ જ શ્રી જીવાભિગમ વિગેરે સૂત્રોની જે જે ટીકાઓ છે–તેના અંશેનું આ ટકામાં સમ્ય પ્રકારે જન કરીશ. ટીકાકાર મહર્ષિ કેટલા બધા પ્રમાણિક છે–એ વાત, પણ, તેમના આ કથન ઉપરથી ફલિત થાય છે. જેના આધારે પોતે ચાલવાની છે, ટીકાની રચનાનું કાર્ય કરવાના છે, તેને પ્રમાણિકપણે પહેલેથી જ જાહેર કરી દે છે. આજના કહેવાતા સાહિત્યકારોમાંના કેટલેકમાં આ પ્રમાણિકતા પણ જેવાને મળતી નથી. આજના રચનારાઓમાં કેટલાક એવા છે કેતેઓ અન્યના ગ્રન્થમાંથી ફકરાઓના ફકરાઓ અને કડીઓની