________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
લીધેલ. એ પછીના મહાપુરૂષોએ પણ આધાર લીધેલો. નિરાધારપણે બેલવાને નાલાયક
* શ્રી જૈન શાસનની આ જ પદ્ધતિ છે. શ્રી જૈન શાસનમાં નિરાધારપણે બોલવાને તો છવસ્થ એવા કેઈને ય વસ્તુતઃ અધિકાર નથી, કારણ કે–છઘ નિરાધારપણે બલવાને માટે નાલાયક છે. જ્યાં સુધી પૂર્ણ જ્ઞાનને અભાવ, ત્યાં સુધી નિરાધારપણે બેલવાને માટેની નાલાયકાત. પોતાની આવા પ્રકારની નાલાયકાતને સમજવી અને સ્વીકારવી, એ પણ 'બધાઓથી બનતું નથી. પિતાની નાલાયકાતને સમજવી અને સ્વીકારવી, એ પણ તથા પ્રકારની લાયકાતવાળા આત્માએથી જ બને છે. ઉશ્રૃંખલ આત્માઓ તે, “હુંકારને જ ભેંકાર કરતા હોય છે. પીઠ પાછળનું કે પડદા પાછળનું જાણવાની પણ જેઓમાં શક્તિ નથી, એવાઓ ય કેટલીક વાર પોતે મહા જ્ઞાની હેવાને દાવો કરતા જોવાય છે. જ્યારે પીઠ પાછળનું કે પડદા પાછળનું જાણી શકે એવા પણ જ્ઞાનિઓ કહે છે કે
જ્યાં સુધી અમે સર્વ પદાર્થોના સર્વકાલીન સર્વ પર્યાને જાણી શકીએ નહિ, ત્યાં સુધી અમારે શ્રી સર્વજ્ઞ ભગવાનના વચનને ' આધાર લે જ જોઈએ. માણસ માત્ર વિચાર કરવું જોઈએ કે-જ્યાં સુધી મારાથી ભૂલ થવાનો સંભવ છે, ત્યાં સુધી મારે શ્રી સર્વજ્ઞ ભગવાનના વચનને આધાર લે જ જોઈએ. આ પ્રકારની મનવૃત્તિ, શ્રી જૈન શાસનમાં થઈ ગયેલા મહાપુરૂ
માં હતી, માટે જ એ મહાપુરૂષનાં વચનને પણ શ્રી સર્વ ભગવાનનાં વચનની માફક માન્ય કરવામાં આવ્યાં છે અને માન્ય કરવામાં આવે છે.