________________
જર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન સ્પષ્ટીકરણ માગે છે. શ્રી તીર્થકર ભગવાને માં, ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી નિકટના ઉપકારી તીર્થકર ભગવાન છે, પરંતુ મંગલની આચરણ કરતાં, ઘણા મહષિઓએ, પહેલા તીર્થંકર ભગવાન શ્રી કષભદેવસ્વામીજી આદિની પણ પ્રથમ સ્તુતિ કરેલી છે. એટલે અહીં મુખ્ય વાત તો એ છે કે-ટીકાકાર મહર્ષિ જે કાર્યને ઉદ્દેશીને મંગલની આચરણા કરી રહ્યા છે, તે કાર્યને જે કોઈ પણ તીર્થકર ભગવાનની સાથે વધુમાં વધુ સમ્બન્ધ હેય, તે તે ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીની સાથે છે.
પ્રા. એ કેવી રીતિએ?
તમે જાણે છે કે-આ શ્રી ભગવતીજી સૂત્ર, એ પાંચમું અંગસૂત્ર છે. આ અંગસૂત્રયુક્ત દ્વાદશાંગીની રચના પાંચમા ગણધરભગવાને કરેલી છે, પણ આ દ્વાદશાંગી અર્થથી તેણે કહેલી છે? કહેવું જ પડશે કે–આ દ્વાદશાંગી પણ અન્ય ગણધરભગવાનની દ્વાદશાંગીઓની જેમ જ અર્થથી તે ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીએ જ કહેલી છે, એટલે આમાંના પાંચમા અંગસૂત્રની ટીકાની રચના કરવાનું જે કાર્ય, તે કાર્યને જે કઈ પણ તીર્થકર ભગવાનની સાથે વધુમાં વધુ સમ્બન્ધ હોય, તે તે ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજીની સાથે જ છે; અને એ કારણે પણ, ટીકાકાર મહર્ષિ, ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને તેમના નામેચ્ચારણપૂર્વક નમસ્કાર કરે છે, તે સ્થાને જ ગણાય. શ્રી મહાવીર નામ વધુ વ્યવહારપ્રચલિત છે.
તમે જાણતા તો હશે જ કે–આ અવસર્પિણી કાલમાં આ શ્રી ભરતક્ષેત્રને વિષે થયેલા ચોવીસમા તીર્થપતિ ભગવાનને અનેક નામથી ઓળખાવાય છે અને સ્તવાય
is
a
,
*
,