________________
૭
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના શ્રી મહાવીર નામની સ્થાપનાઃ
આ પ્રકારે ભગવાનનાં માતા-પિતાએ ભગવાનનું વર્ધમાન એવું નામ સ્થાપિત કર્યું, જ્યારે ઈન્દ્ર ભગવાનનું
મહાવીર” એવું નામ સ્થાપિત કર્યું. ઈન્દ્ર પણ ભગવાનનું મહાવીર એવું નામ જે સ્થાપિત કર્યું, તે ભગવાનના ગુણેને અનુલક્ષીને જ સ્થાપિત કર્યું. ઇન્દ્ર તો અવધિજ્ઞાની હોય છે. ઈન્દ્ર જોયું કે આ ભગવાન ઉપર ભારેમાં ભારે ઉપસર્ગો આવવાના છે, પરન્તુ ગમે તેવા ભયજનક ભારે ઉપસર્ગોથી પણ આ ભગવાન કંપાયમાન થવાના નથી અને ક્ષમાવત જ રહેવાના છે, માટે આ ભગવાનનું “મહાવીર” એવું નામ રાખવું, એ જ યંગ્ય છે. એમ સમજીને, ઇન્દ્ર ભગવાનનું શ્રી મહાવીર એવું નામ સ્થાપિત કર્યું. દષ્ટિબિન્દુને ફરક શાથી?
ભગવાનનાં માતા-પિતાની દૃષ્ટિમાં અને અવધિજ્ઞાની. એવા ઈન્દ્રની દષ્ટિમાં, કેટલો બધો ફરક છે–એને તમને ખ્યાલ આવે છે? ઈન્દ્ર વિવેકી છે, માટે ઈન્દ્રની આભ્યન્તર દૃષ્ટિ છે અને ભગવાનનાં માતા-પિતા અવિવેકી છે માટે તેમની બાહ્ય દૃષ્ટિ છે, એવું નથી. ઈન્દ્ર વિવેકી છે, તે ભગવાનનાં માતા-પિતા કાંઈ અવિવેકી નથી. બને ય વિવેકગુણથી સંપન્ન હોવા છતાં પણ, એકની દૃષ્ટિ ગુણ તરફ છે અને બીજાની દષ્ટિ પુણ્યપ્રકર્ષ તરફ છે, તેનું કારણ શું ? મુખ્ય કારણ તે એ જ છે કે-ઈન્દ્રને ભગવાનના ગુણોના સંબંધમાં જેવું જ્ઞાન છે, તેવું જ્ઞાન ભગવાનનાં માતા-પિતાને નથી. ઈન્દ્ર અવધિજ્ઞાની છે, એટલે ભગવાન પોતાના જીવન દરમ્યાન ભારેમાં