________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
આદર્શ
આ કટી, એ જેવી–તેવી કસોટી નથી. આવું બેચાર દહાડા, બે-ચાર મહિના કે બે-ચાર વર્ષો સુધી ચાલ્યું નથી, પરંતુ આવું બાર બાર વર્ષો સુધી ચાલ્યું છે. બાર બાર વર્ષો સુધી એકધારે ગોખવાનો પ્રયત્ન ચાલુ રાખો. અને લોકે ગમે તેટલી હાંસી અગર નિન્દા કરે, તે પણ મગજ ઉપરનો કાબૂ ગુમાવવો નહિ તેમ જ સમતારસમાં લીન બન્યા રહેવું, એ ગજબની અસાધારણ બાબત છે. મુનિઓને માટે અને ગૃહસ્થને માટે પણ, આ એક સદાને માટે હૃદયમાં સ્થાપી રાખવા લાયક ઉદાહરણ છે. છઘસ્થ દશામાં આ એકધારે ઉપશમભાવ કેઈક જ ઠેકાળે મળે. એની સાથે જ્ઞાન માટે એ મહામુનિને જે પ્રયત્ન, તે પણ એ છે કે–એને જે ભાગ્યે જ મળે. આવડે તો ભણેએવા તે હજુ મળે, પરન્તુ ગમે તેટલી વાર ગેખવા છતાં ય આવડે નહિ અને તેમ છતાં પણ જ્ઞાને પાર્જનના પ્રયત્નને છેડે નહિ–એવા તો વિરલ જ સમજવા. થોડીક મહેનત કરી અને આવડવું નહિ એટલે કંટાળે અને ભણવાનું મૂકી દે-એ વર્ગ જ માટે હેય. એ રીતિએ પણ જ્ઞાનેપાજૈનના પ્રયત્નથી દૂર ભાગી જનારાઓને માટે, આ એક સુન્દર, ગજબની પ્રેરણા આપે એ આદર્શ છે. અનન્તજ્ઞાની બન્યા?
એ મહામુનિએ, આ રીતિએ બાર બાર વર્ષો સુધી પ્રયત્ન કર્યો. એ પ્રયત્નના પ્રતાપે, એ મહામુનિ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયા. ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈને, એ મહા